શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

એકલવ્યની પસંદગીથી નારાજગી

IFMIFM

વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ એકલવ્યને ભારત તરફથી પુરસ્કાર માટે મોકલવામાં આવી રહી છે. આ ફિલ્મને મોકલવાને કારણે ફિલમ ઉદ્યોગમાં ઘણા લોકો નાખુશ છે. તેમનું માનવું છે કે વિધુની આ ફિલ્મ કરતાં ઘણી સારી ફિલ્મો છે અને એકલવ્યને ઓસ્કાર માટે મોકલવી એ યોગ્ય નથી.

ઓસ્કારમાં ફિલ્મને મોકલવા માટે જે પસંદગી સમિતિ બનાવી હતી તેઓએ દસ ફિલ્મો જોઈને એકલવ્યને પસંદ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભાવના તલવારની ધર્મ અને એકલવ્યની વચ્ચે છેલ્લો મુકાબલો હતો અને ઘણી માથાક્ય્ટ બાદ એકલવ્યની પસંદગી કરવામાં આવી હતી.

એકલવ્યને ધર્મની ટક્કર સામે એટલા માટે પસંદગી કરવામાં આવી કે ધર્મના નિર્માતામાં એટલી હિંમત નથી કે તે પોતાની ફિલ્મને સારી રીતે પ્રમોટ કરી શકે. કેમકે ઓસ્કાર ઓવોર્ડ મેળવવા માટે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે ખુબ જ ધન ખર્ચવું પડે છે.

ઘણા લોકોએ પસંદગી સમિતિના સદસ્યોને યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યો છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇંડિયા (એફએફઆઈ) ઓસ્કાર ફિલ્મને પ્રવેશ અપાવવા માટે ફિલ્મની પસંદગી કરે છે.
IFMIFM


આ સંસ્થા દેશભરમાં ફિલ્મોથી જોડાયેલ 10 લોકોની એક સમિતિ બનાવે છે જે ઓસ્કારમં પ્રવેશ અપાવવા માટે ફિલ્મની પસંદગી કરે છે. આમાં ખાસ કરીને બી-ગ્રેડના ફિલ્મ કલાકારો રહે છે.

પાછલા વર્ષે પણ પહેલી ફિલ્મને ઓસ્કારમાં મોકલવાથી વિવાદ જાગ્યો હતો. ઘણા લોકોનું માનવું હતું કે બ્લેક આના કરતાં ઘણી સારી હતી. આ વર્ષે ચક દે ઇંડિયા તરફ વધારે મત છે.

એકલવ્યમાં અમિતાભ, સંજય, વિદ્યા અને સૈફ જેવા સ્ટાર હતાં છતાં પણ ફિલ્મને બોક્સ ઓફીસમાં સફળતા પ્રાપ્ત થઈ નહોતી.