શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

એશ્વર્યા સસરા અમિતાભ સાથે મોનાકો બોલ ડે ઈ'એટમાં હાજરી આપશે

P.R
હવે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની ખાતરી કરાવી દીધી છે ત્યારે સાંભળવા મળી રહ્યુ છે કે તે 17માં બોલ ડે ઈ'એટમાં પણ હાજરી આપવાની છે. ઐશ્વર્યાને તેના આખા પરિવાર સાથે આ બોલમાં આવવાનું આમંત્રણ અપાયુ છે.

તો મે અને જૂન મહિનામાં ઐશ્વર્યા રાય બચ્ચન બે ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં હાજરી આપવાની છે. એવા અહેવાલો હતાં કે ઐશ્વર્યા મોનાકોમાં યોજાનારા આ બોલમાં બેબી આરાદ્યાને લઈને જશે પણ તે આ બોલમાં સસરા અમિતાભ બચ્ચન અને પતિ અભિષેક બચ્ચન સાથે જવાની છે.

જૂન 22થી 24 દરમિયાન યોજાનારા બોલ ડે ઈ'એટમાં 'પ્રિન્સેસ ઓફ રાજસ્થાન' થીમ રાખવામાં આવી છે અને આ બોલમાં ઉદયપુર, મેવારના મહારાજા શ્રીજી અરવિંદ સિંહજી, ફેશન ડિઝાઈનર અબુ જાની-સંદિપ ઘોષલા અને રાઘવેન્દ્રા રાઠોર જેવા વીઆઈપી મહેમાનો આવવાના છે.

અલબત્ત, આ બોલમાં ઐશ્વર્યા કરતા તેની ફેશન ચોઈસ વધારે ચર્ચામાં રહેવાની છે. ગત વર્ષે કાન્સમાં ઐશ્વર્યાની પસંદગની પ્રશંસા થઈ હતી. તેણે અરમાની અને એલી સાબ જેવા નામી ડિઝાઈનરોના ડ્રેસિસ પહેર્યા હતાં.

બોલ ડે ઈ'એટ દરમિયાન ઐશ્વર્યા રાય આકર્ષક ભારતીય પરિધાનમાં જોવા મળશે કારણ કે બોલની થીમ જ 'પ્રિન્સેસ ઓફ રાજસ્થાન' છે. ઉપરાંત, તેના ફેવરિટ ડિઝાઈનર અબુ-સંદીપ પણ આ ઈવેન્ટમાં ભાગ લેવાના છે.