કરિશ્માની માંગ વધી
IFM |
કરિશ્મા કપૂરે એ બોલીવુડમાં એંટ્રી કરીને વિક્રમ ભટ્ટની ફિલ્મ સાઈન કર્યા બાદ નિર્માતા નિર્દેશકો કરિશ્મા કપૂરને લેવા માટે પડાપડી કરવા લાગ્યા છે. કરિશ્મા કપૂર સમક્ષ અગાઉ પણ નિર્માતા નિર્દેશકો પહોંચ્યા હતા. પરંતુ કરિશ્મા થોડો સમય ઈચ્છતી હતી. હવે કરિશ્મા કપૂર ફિલ્મો સાઈન કરી રહી છે. એવા સમાચાર મળ્યા છે કે સાજીદખાને હાઉસફુલ-2માં આઈટમ સોંગ કરવા માટે કરિશ્મા કપૂરને મનાવી લીધી છે. પહેલ આ ઓફર કંગના રાણાવતને કરવામાં આવી હતી. કરિશ્માને સત્તે પે સત્તાના રિમેકની પણ ઓફર મળી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય દત્ત કરી રહ્યા છે.
