શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કેટરીના અને સોનાક્ષી વચ્ચેના કેટવોરનો અંત આવતા સલ્લુને શાંતિ !!

P.R
ગ્લેમર અને સ્પર્ધા સિવાય બોલિવૂડ બે અભિનેત્રીઓ વચ્ચે ચાલતી કેટ ફાઈટ માટે પણ જાણીતું છે. જ્યારે અમુક અભિનેત્રીઓ તેમને ન ગમતી વ્યક્તિઓ વિશે ખુલ્લેઆમ જણાવી દેતી હોય છે જ્યારે અમુક વચ્ચે શીત યુદ્ધ ચાલતું રહે છે. આવી જ કોલ્ડ વોરનું ઉદાહરણ છે કેટરિના કૈફ અને સોનાક્ષી સિન્હા. જો કે, હવે તેમની વચ્ચેના મતભેદો દૂર થઈ ગયા છે અને તેમણે સુલેહ કરી લીધી છે.

સોહૈલ ખાનની પત્ની સીમા ખાનના સ્પા કલિસ્તાના ઉદ્દઘાટન સમયે કેટ અને સોના એકબીજાને મળી હતી અને મતભેદો ભૂલાવીને મજા માણી હતી. પહેલા તો તેમણે સ્પાની મુલાકાત લીધી હતી અને સ્થળ વિશે પોત પોતાના અભિપ્રાયની વાત કરી હતી. તે પછી બન્ને લાંબી ગોઠડીમાં પરોવાઈ ગઈ હતી. તે બન્ને ત્યાં હાજર લોકોના આશ્ચર્યની વચ્ચે એકબીજાને ગળે પણ ભેટી હતી.

થોડા મહિના પહેલા એવી વાતો વહેતી થઈ હતી કે 'દબંગ'ની સફળતા પછી અને સલમાન ખાનની ફેવરિટ બની જવાને કારણે કેટરિનાએ અમુક કાર્યક્રમોમાં સોનાની અવગણના કરી હતી. અમુક બ્રાન્ડના એન્ડોર્સમેન્ટમાં પણ કેટરિનાને બદલે સોનાક્ષીને લેવાતા તેમની વચ્ચેની ગેરસમજણ વધી હતી. અલબત્ત, આજ સુધી બન્નેએ ક્યારેય આ વાતનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો પણ બધાને ખબર તો હતી જ કે બન્ને એકબીજાને જરા પણ સહન નથી કરી શકતી.

અંદરના સૂત્રો જણાવે છે કે આખરે બે સુંદર સ્ત્રીઓએ તેમની ગેરસમજણો ભૂલાવીને મિત્રતા કરવાનું નક્કી કરી લીધું છે. આને કારણે એક વ્યક્તિએ નિરાંતનો શ્વાસ લીધો હશે અને તે છે સલમાન ખાન!