શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 29 સપ્ટેમ્બર 2012 (12:50 IST)

ગુજરાતના એક ચાહકે અમિતાભનો ઓટોગ્રાફ હાથ પર ટેટુ કરાવ્યો

P.R
ગુજરાતમાં રહેતા એક ચાહકે પોતાનો ઓટોગ્રાફ પોતાના હાથ પર ટેટૂ કરાવ્યો છે તે જોઈને બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન મૂક થઈ ગયા હતાં.

તેમણે કહ્યુ હતું કે ચાહકો તરફથી આવી રીતનો પ્રેમ જોઈને તેઓ નમ્ર બની જાય છે.

69 વર્ષીય અમિતાભ બચ્ચન, જે આવતા મહિને 70 વર્ષના થશે, તેમણે શુક્રવારે ટ્વિટ કરી હતી કે, "ગુજરાતનો એક ઉત્કટ ચાહક મને મળ્યો હતો અને મારો ઓટોગ્રાફ લીધો હતો. આજે કેબીસીમાં તેણે મને દેખાડ્યું કે તેણે એ ઓટોગ્રાફ પોતાના હાથ પર ટેટૂ કરાવ્યો છે."

"ચાહકો તેમની નિષ્ઠા-ભક્તિ દેખાડવા માટે જે અત્યંત હદ સુધી જાય છે તે મારા માટે નમ્ર અનુભવ છે. હું ધન્ય થઈ ગયો. શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય", તેમણે ટ્વિટ કરી હતી.

જ્યારથી કેબીસી 6 શરૂ થયું છે ત્યારથી ચાહકો અને સ્પર્ધકો શોના હોસ્ટ અમિતાભ બચ્ચન માટે જાત જાતની ભેટો લઈને આવે છે. અમુક લોકો ગણપતિની મૂર્તિ લઈને આવે છે તો અમુક લોકો રસગુલ્લા જેવી મીઠાઈ લઈને આવે છે.