ટ્રેલર : એક થા ટાઈગર
P.R
આદિત્ય ચોપરાના પ્રોડક્શન અને કબીર ખાનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં સલમાન-કેટરિના 4 વર્ષ પછી એકસાથે સ્ક્રિન પર જોવા મળશે. છેલ્લે તેઓ 2008માં આવેલી 'યુવરાજ'માં જોવા મળ્યા હતાં.
આજે રિલીઝ થયેલા પ્રોમોમાં સલમાન ખાનના એક્શન સ્ટંટ સિવાય કેટરિના સાથેના તેના અમુક રોમેન્ટિક અને કોમેડી સીન્સ પણ જોવા મળે છે. ટ્રેલરમાં કેટરિના સલમાન વચ્ચે એક સંવાદ દેખાડાય છે જેમાં કેટરિના સલમાનને પૂછે છે કે 'શાદી કબ કર રહે હો?' જેના જવાબમાં સલમાન પૂછે છે કે, 'સીધા શાદી, યે નહીં પૂછોગી કે ગર્લફ્રેન્ડ હૈ ક્યા?' આ સમયે કેટરિના તેને જવાબ આપે છે, 'નહીં, અબ તુમ્હારી ઉમ્ર શાદી કી હો ગઈ હૈ.'
વેલ, કેટરિનાએ વાત તો સાચી કહી દીધી છે...સલમાનની ઉંમર તો થઈ ગઈ છે લગ્નની. પણ ક્યારે અને કોની સાથે લગ્ન કરશે તે તો હજી નક્કી નથી!!!
