ત્રણ ખાન વચ્ચે હરીફાઈ
વર્તમાન સમયમાં ત્રણ ખાન વચ્ચે પોતાની ફિલ્મને લઈને હરીફાઈ ચાલી રહી છે. અત્યારે બોલિવૂડના ખાન સ્ટાર્સ ખેંચમતાણીની રમત રમી રહ્યા છે. સલમાન-આમિર અને શાહરૂખ ખાન ત્રણેય પાસે લોકોને બતાડવા માટે કંઈક ખાસ છે. આ માટે ત્રણેય દર્શકોને પોતાની તરફ ખેંચવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આ ત્રણેયની આવનારી ફિલ્મોમાં અમુક એવા ગીતો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે અને માટે જ તેઓ જાણે કે એકબીજાને કહી રહ્યા છે.. મારું જ ગીત સૌથી શ્રેષ્ઠ છે.
આમિરની ફિલ્મ 'દિલ્હી બેલી'નું ગીત 'ભાગ ભાગ ડીકે બોસ' લોકોના મોઢે ચડી ગયું છે અને આમિરનો દાવો છે કે આ ફિલ્મ પછી રામ સંપત મોટો સ્ટાર બની જવાનો છે. જ્યારે બીજી બાજુ લોકો સલમાની ફિલ્મ 'રેડી'ના ગીત 'ઢિંકા ચિકા'ને લઈને અત્યારથી જ ઉત્સાહિત છે. અને શાહરૂખ પણ પોતાની ફિલ્મ રોવન ના ગીતોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.