શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પાર્ટનર-2માં કેટરીનાની જગ્યાએ ઝરીન ખાન

IFM
'પાર્ટનર' ફિલ્મની સિક્વલ માટે નિર્માતાઓનો કેટરિના કૈફની જગ્યાએ અન્ય અભિનેત્રી મળી ગઈ છે.

ઝરિન ખાનના નવા સ્લિમ લૂકને કારણે તેને ઘણી ઓફરો મળી રહી છે. પહેલા પોતાના વધારે વજનને કારણે જે લોકો તેની આલોચના કરી રહ્યા હતા હવે તેઓ ઝરિનને પોતાની ફિલ્મમાં લેવા તૈયાર થયા છે. અને જો સાંભળવા મળતી વાતો પર વિશ્વાસ કરીએ તો તેને 'પાર્ટનર' ફિલ્મની સિક્વલમાં કેટરિના કૈફના સ્થાને લેવાની વાત થઈ રહી છે.

ડેવિડ ધવનની 'પાર્ટનર 2' આવતા વર્ષે શરૂ થાય તેવી અપેક્ષા છે. ઝરિનને ક્યારેય એ વાત પસંદ નહોતી આવતી કે તેને કેટરિનાની હમશકલ ગણવામાં આવે. અલબત્ત, હવે કેટરિના કૈફના ચહેરાને મેળ ખાતો તેનો ચહેરો તેને કામે લાગી રહ્યો છે. આનાથી કદાચ તેની કારકીર્દિને ફરીથી વેગ મળી જાય.

હાલમાં ઝરિન સાજીદ ખાનની ફિલ્મ 'હાઉસફૂલ 2'માં પોતાના સિઝલિંગ હોટ અવતારને કારણે ચર્ચામાં છે. તે હોટ આઈટમ સોન્ગ્સને બદલે સારી ફિલ્મો કરવા પર ધ્યાન આપવા માંગે છે.