1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પુત્રી સોહા માટે શર્મિલાએ 9 કરોડનો ફ્લેટ ખરીદ્યો

P.R

અત્યારે આખા બોલિવૂડમાં સૈફ અલી ખાન અને કરિના કપૂરના લગ્નની વાતો ચાલી રહી છે. બધાને લગ્ન વિશે નાની-મોટી બધી જ વાતો જાણવાની ઉત્સુકતા છે. આ બધામાં સૈફની નાની બહેન સોહા થોડી એકલી પડી ગઈ છે. તે કુનાલ ખેમૂ સાથે ઘણા સમયથી ગંભીર સંબંધોમાં છે પણ લાગે છે કે મીડિયાને તેમની જોડીમાં ખાસ રસ નથી.

આ બન્નેના તો લગ્નની વાતો પણ થઈ રહી છે. તેવામાં હવે માતા શર્મિલા ટાગોર પણ ચર્ચામાં આવી ગયા છે. અમારા સૂત્રોએ જણાવ્યા અનુસાર, શર્મિલાએ મુંબઈના ખાર વિસ્તારમાં રૂપિયા 9માં કરોડમાં એક ફ્લેટ ખરીદ્યો છે, પોતાની દીકરી અને થનારા જમાઈ માટે. લગ્ન પછી તેઓ આ નવા ઘરમાં રહેવા માટે જશે. અમુક લોકો તો એવી પણ વાતો કરી રહ્યા છે કે સોહા અને કુનાલ પોતાના ખર્ચે આ ફ્લેટ ક્યારેય ન ખરીદી શક્યા હોત.

કુનાલની ફિલ્મી કારકીર્દિ તો લગભગ ના બરાબર છે જ્યારે સોહા અલી ખાન અમુક ગણતરીના પ્રોડક્ટ માટે જાહેરાતમાં કામ કરે છે. વેલ, આખરે 'મા એ મા' અને આ વાત સાથે હેમા માલિની પણ સારી રીતે સહેમત થશે!!!