શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

બિગ બી જ બની શકતા હતા 'પા'

શાહરૂખની ઓરો જેવી ભૂમિકા કરવાની ઈચ્છા

કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાનનું કહેવું છે કે,
IFM
IFM
અમિતાભ બચ્ચનના અભિનયનો કોઈ જવાબ નથી. પા જેવી ભૂમિકાને અમિતાભ બચ્ચન જેવો મહાન અભિનેતા જ રૂપેરી પડદે ઉતારી શકે છે. તેના માટે જેટલી કાબેલિયત, હિમ્મત અને ઉર્જા જોઈએ, તે અમિતાભ બચ્ચનમાં છે.


અમિતાભ જે પ્રકારની ભૂમિકા ભજવી રહ્યાં છે તે તમામ અભિનેતાઓ માટે એક બોધપાઠ છે. શાહરૂખે પા જેવો રોલ કરવાની પણ ઈચ્છા જાહેર કરી.

શાહરૂખ ખાનની પત્ની ગૌરી અને બાળકો સાથે ગુરૂવારે પા ફિલ્મના પ્રીમિયરમાં પહોંચ્યા. તેમનું કહેવું હતું કે, આ ફિલ્મમાં અમિતાભની ભૂમિકા, મેકઅપ, અભિનય અને પ્રસ્તુતિ પણ લાજવાબ લાગી રહ્યાં છે. કામ કરવા પ્રત્યે તેમનું ઝનૂન અને ઉત્સાહ બેમિસાલ છે. અમે આશા રાખીએ છે કે, પા ફિલ્મ જબર્દસ્ત હિટ થશે.

શું તેઓ પણ આ પ્રકારની ભૂમિકા ભજવા ઈચ્છશે ? આ પ્રશ્નના જવાબમાં શાહરૂખે કહ્યું કે, શા માટે નહીં. હકીકતમાં મીડિયા અને દર્શક એક્ટરને સ્ટાર બનાવીને એક ઈમેજમાં બાંધી દે છે. તે એ ભૂલી જાય છે કે, સ્ટાર બન્યાં પહેલા તે એક્ટર હોય છે. દરેક અભિનેતાની તમન્ના હોય છે કે, તે કંઈક નવું કરે. તેને એવો રોલ મળે જેમાં એક્ટિંગનો નવો અધ્યાય લખવા, એક્ટિંગમાં નવા પ્રાણ ફૂંકવા અને એક્ટિંગમાં એક ડગલુ આગળ વધવાનો મૌકો મળે.

શાહરૂખે કહ્યું કે, જો આ પ્રકારનો રોલ તેમને મળે તો તેઓ તેને રાજીખુશીથી ભજવશે.

'પા' ફિલ્મની સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

'પા' ફિલ્મની ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લિક કરો