શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

બિગ બી સાથે લંચ, પ્રથમ દિવસે જ બોલી છ લાખ

IFM
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની સાથે લંચની કિમંત નીલામીના પહેલા દિવસે છ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અમિતાભે એક ચેરિટીને માટે આ નીલામીની જાહેરાત કરી છે.

વેબસાઈટ ઈબે પર આ બોલી આવતીકાલે 1001 રૂપિયાથી શરૂ કરવામાં આવી હતી, જે અત્યાર સુધી છ લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે.

બીજી બાજુ અક્ષય કુમારની સાથે એકવાર નાસ્તો કરવાની કિમંત પણ 4,52,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

અમિતાભ આ મુલાકાત દરમિયાન બોલી જીતનરા વ્યક્તિના પ્રશ્નોના જવાબ પણ આપશે. વિજેતા અમિતાભને તેમના કેરિયર વિશે પ્રશ પૂછી શકે છે.

વિજેતા આ દરમિયાન બિગ બી સાથે ફોટા પાડી તેમનો ઓટોગ્રાફ લઈ શકે છે.

અમિતાભ 'જોય ઓફ ગિવિંગ' અઠવાડિયા માટે ઈબેને સાથે આ ચેરિટી કરી રહ્યા છે.