શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By ભાષા|

'બિગ બોસ 4'ના હોસ્ટ બનશે સલમાન

N.D
બોલીવુડ સ્ટાર સલમાન ખાન રિયાલીટી શો 'બિગ બોસ'માં મહાનાયક અમિતાભ બચ્ચનુ સ્થાન લેશે. સલમાને કહ્યુ કે તેઓ બિગ બી ની સ્ટાઈલથી અલગ સીધી રણનીતિ અપનાવશે અને તેઓ મિત્રોના મિત્ર અને દુશ્મનોના દુશ્મન બનવાની કોશિશ કરશે.

સમાચાર આવી રહ્યા હતા કે અમિતાભ બચ્ચનની જગ્યાએ આ શો ની મેજબાની માટે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સાથે વાત ચાલી રહી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સલમાનને આ શોના ચોથા સત્ર માટે આ ભૂમિકા સોંપવામાં આવી.

સલમાને કહ્યુ કે બિગ બી અને શિલ્પાએ સારુ કામ કર્યુ, પરંતુ મારી સ્ટાઈલ મિસ્ટર બચ્ચનથી જુદી રહેશે.