1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

બિપાશા સિંગલ છે

બિપાશા
P.R

લાંબા સમયના બોય ફ્રેંડ અને અભિનેતા ઝોન અબ્રાહમ સાથે બિપાશા બસુના સંબંધોને લઈને હંમેશા નવા નવા અહેવાલ આવતા રહે છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે બિપાશા બસુ ફરી એકવાર સિંગલ થઈ ગઈ છે. જોન સાથેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. સંબંધો સુધારવાના પ્રયાસો સતત કરવામાં આવ્યા હોવા છતા સંબંધોમાં સુધારો થઈ રહ્યો નથી. થોડાક દિવસ પહેલા જ બિપાશા બાસુ ઝોન અબ્રાહમના આવાસ પર પહોંચી હતી. પરંતુ કોઈ ફાયદો થયો નથી. બંને વચ્ચે વારંવાર બોલાચાલી અને લડાઈ ઝઘડા થઈ રહ્યા છે. આ કારણે હવે બંને અલગ અલગ દેખાય છે. બિપાશા બસુનું નામ અન્ય સાથે ઉછળ્યુ છે. જ્યારે જોન અબ્રાહમના સંબંધ દિપિકા અને અન્ય અભિનેત્રી સાથે હોવાની વાત બહાર આવી છે.
About Writer
વેબ દુનિયા