શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બિપાશાએ સેટ કરેલા સ્ટાંડર્ડ સુધી પહોંચશે સન્ની લિયોન ?

P.R
ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન આશા રાખી રહી છે કે 'જીસ્મ 2'માં તે પહેલી ફિલ્મમાં બિપાશાએ સેટ કરેલા સ્ટાન્ડર્ડ સુધી પહોંચી શકે.

30 વર્ષીય સન્નીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, "મેં બિપાશાને જોઈ છે અને તે સુંદર છે અને ફિલ્મમાં તેણે અદ્દભુત કામ કર્યું છે. હું આશા રાખુ છું કે હું તેણે બનાવેલા સ્ટાન્ડર્ડ સુધી પહોંચી શકુ અને 'જીસ્મ 2'માં તેને નિરાશ ન કરું."

તેણે ઉમેર્યું હતું કે, "હું સારુ કામ કરવા માંગુ છુ અને આશા રાખુ છું કે બધાને ફિલ્મ ગમે."

'બિગ બોસ 5'માં જોયા બાદ ફિલ્મમેકર મહેશ ભટ્ટે સન્નીને 'જીસ્મ 2'માં રોલ ઓફર કર્યો હતો. 2003માં આવેલી ફિલ્મ 'જીસ્મ'માં બિપાશા બાસુ પોતાના હોટ સીન દ્વારા રાતોરાત સમાચારોમાં આવી ગઈ હતી. બિપાશાને લાગે છે કે સન્ની સારું કામ કરશે.

બિપાશાએ કહ્યુ હતું કે, "હું તેને ઓળખતી નથી પણ (મહેશ) ભટ્ટ સાબ હંમેશા એવી વ્યક્તિને જ રોલ આપે છે જે રોલને સૂટ કરે. માટે મને ખાતરી છે કે તે સારુ કામ જ કરશે."

'જીસ્મ 2'માં સન્ની લિઓનની સાથે રણદિપ હુડા અને અરૂણોદય સિંહ પણ છે.