1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

બોબ ક્રિસ્ટોનુ નિધન

બોબ ક્રિસ્ટો
P.R
ઘણી ફિલ્મોમા 'અંગ્રેજ' બનનારા અભિનેતા બોબ ક્રિસ્ટોનુ બેંગલોરમાં 20 માર્ચના રોજ બપોરે નિધન થઈ ગયુ. તેઓ 70 વર્ષના હતા અને તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં ખલનાયકનો રોલ ભજવ્યો હતો.

20 માર્ચના રોજ સવારે તેમને છાતીમાં દુ:ખાવો થયો. તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તરત જ સારવાર શરૂ કરી દીધી, પરંતુ તેમની તબિયત સતત ખરાબ થતી ગઈ અને તેમને બચાવી ન શકાયા.

ઓસ્ટ્રેલિયાઈ મૂળના બોબની પ્રથમ ફિલ્મ સંજય ખાનની 'અબ્દુલ્લાહ' હતી. આ ફિલ્મ સફળ થઈ અને ત્યારબાદ બોબે ઘણી હિન્દી ફિલ્મોમાં વિલનનો રોલ ભજવ્યો. જેમા કુરબાની, ગુમરાહ, અગ્નિપથ, મિસ્ટર ઈંડિયા મુખ્ય છે.