શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

બોલીવુડના ફટાકડાં

દીવાળી પર ફટાકડાંનું વિશેષ મહત્વ હોય છે. જે રીતે બજારમાં વિવિધ ફટાકડા મળી રહે છે. એ જ રીતે બોલીવુડમાં પણ ઘણા પ્રકારના ફટાકડા જોવા મળે છે. રજૂ છે એક ઝલક -

IFM
બોલીવુડના એટમ બોમ્બ : એટમ બોમ્બનો ધમાકો જોરદાર હોય છે. તેના ધમાકાની આગળ નાના-નાના પટાખા કશું જ નથી લાગતા. બોલીવુડના એટમ બોમ્બ છે આમિર ખાન, રિતિક રોશન. એક બે વર્ષમાં એક બે ફિલ્મો કરે છે. પરંતુ તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર એવો ધમાકો કરે છે કે તેની ગૂંજ ઘણા દિવસો સુધી યાદ રહે છે.

IFM
બોલીવુડના રોકેટ - બોલીવુડના રોકેટ છે, અમિતાભ, શાહરૂખ અને અક્ષય કુમાર. જે રીતે રોકેટ ઉંચાઈઓને આંબ અવાની કોશિશ કરે છે એ જ રીતે આ લોકો દરેક વખતે પોતાના અભિનય અને બોક્સ ઓફિસ મૂલ્યને કારણે ઉંચાઈઓને આંબે છે.

IFM
બોલીવુડના તારામંડળ - તારામંડળ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. તેને જોઈને મનમાં ખુશીની અનુભૂતિ થાય છે. બોલીવુડની નાયિકાઓ તારામંડળ સમાન છે. દર્શકો તેમને પડદાં પર જોઈને ખુશ થાય છે અને સીટીયો વગાડે છે.

IFM
બોલીવુડના નાના ફટાકડાં - નાના ફટાકડાઓ એક ઝૂમકામાં પરસ્પર ગૂંથેલા રહે છે અને આગ લાગે છે તો છુટા થઈ જાય છે. આ જ રીતે બોલીવુડના નાયક-નાયિકાઓનો પ્રેમ હોય છે. શરૂઆતમાં તો દો જિસ્મ એક જાન જેવા રહે છે, પરંતુ આગ લાગતા જ જુદા પડી જાય છે.

IFM
બોલીવુડના ફુસ્સી બોમ્બ - જે બોમ્બ દેખાવમાં આકર્ષક હોય છે, પરંતુ તેના અવાજમાં કોઈ દમ નથી હોતો તેને ફુસ્સી બોમ્બ કહે છે. બોમ્બ ફુસ્સી છે કે નહી તેની ખબર આગ લાગ્યા પછી ખબર પડે છે. બોલીવુડમાં બોબી દેઓલ, અક્ષય ખન્ના, તુષાર કપૂર જેવા ફુસ્સી બોમ્બ છે, જેમની ફિલ્મના પ્રોમો તો સારા લાગે છે પરંતુ બોક્સ ઓફિસ પર તે ફુસ્સ થઈ જાય છે.

IFM
સેક્સી બોમ્બ - આ ફટાકડાં ફક્ત બોલીવુડમાં જ જોવા મળે છે. બિપાશા બાસુ, મલ્લિકા શેરાવત, સેલિના જેટલી, શેર્લિન ચોપડા જેવી નાયિકાઓ સેક્સી બોમ્બની શ્રેણીમાં આવે છે. તેમના ધમાકા(અભિનય)થી સિનેમાઘરમાં બેસેલા દર્શકો ઘાયલ થઈ જાય છે.