શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 મે 2014 (16:52 IST)

મેં હું ના ફિલ્મની સિકવલ બનાવવા તૈયાર શાહરુખ

મેં હું ના ફિલ્મની સિકવલ બનાવવા તૈયાર શાહરુખ

બોલીવુડના બાદશાહ પોતાની દસ  વર્ષ જૂની ફિલ્મ લઈને ભાવુક થઈ ગયા. પોતાની લાગણી તેમણે  ટ્વિટર પર પ્રગટ કરીને લખ્યું લેટસ મેક ધ સીક્વલ,પછી જોવાનુ શું હતુ. તુરંત જ તેમની ભાવુકતાને પારખીને ફરાહે પણ ટ્વીટ કર્યુ.

બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન પોતાની સુપરહિટ ફિલ્મમાં મેં હું ના ફિલ્મનુ સીકવલ બનાવવાની ઈચ્છા રાખે છે. વર્ષ 2004માં શાહરુખે પોતાના બેનર રેડ ચિલીઝ હેઠળ મેં હુ નાનું નિર્માણ કર્યુ હતુ આ ફિલ્મથી ફરાહ ખાને નિર્માતા તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ટિકીટ બારી પર સુપરહિટ સાબિત થઈ હતી.

શાહરૂખ મેં હુ ના 30મી એપ્રિલે રિલીઝના 10  વર્ષ પૂરા થવા પર ખૂબ જ ભાવુક બની ગયા. તેમણે ટ્વીટર પર મેં હુ ના ફિલ્મની સિકવલ બનાવવા ઈચ્છા જણાવી છે. શાહરૂખ લખ્યું કે લેટસ મેક ધ સીકવલ,પરંતુ હેપ્પી ન્યુ ઈયર પછી ફરાહે લખ્યું કે હુ બહુજ સેંટી છુ. આ ફિલ્મ મારા દિલની ખુબ જ નજીક છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ આ દિવસોમાં ફરાહના નિર્દેશન હેઠળ હેપ્પી ન્યુ ઈયરમાં કામ કરી રહ્યા છે.