શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રિયા-નેહાની ભૂમિકાઓની અદલા બદલી

IFM
જ્યારે ફિલ્મોમા ઘણા કલાકારો કામ કરે છે તો પોતાની ભૂમિ કાને બદલે બીજાની ભૂમિકાઓ પર ધ્યાન વધુ રહે છે. મારા શર્ટથી તેનુ શર્ટ સફેદ તો નથી એવી હરીફાઈમાં એ જોવામાં આવે છે કે બીજા કલાકારોનો રોલ વધુ મહત્વનો તો નથી.

પેઈંગ ગેસ્ટમાં સેલિના જેટલી, રિયા સેન, નેહા ધૂપિયા અને સયાલી ભગત જેવા ચાર નાયિકાઓ સાથે છે. કહેવાય છે કે તેમણે શૂટિંગ દરમિયાન નિર્માતા-નિર્દેશકને ખૂબ જ સતાવ્યા.

વાત થઈ રહી હતી પાત્રોની. પહેલા રિયા સેનને જે રોલ ઓફર કરવામાં આવ્યો હતો, એ નેહા ધૂપિયાવાળો હતો. રિયાએ યુક્તિ પૂર્વક એ જાણી લીધુ કે કોણે, શુ રોલ મળ્યો છે.

તેને નેહાવાળી ભૂમિકાને બદલ બીજી ભૂમિકા વધુ પસંદ આવી અને તેણે રોલની અદલા-બદલી કરી નાખી. રિયાનુ કહેવુ છે કે નેહાવાળુ પાત્ર વધુ વયની નાયિકાની માંગ કરે છે અને હજુ તેની ઉંમર એટલી નથી થઈ કે તે આ પ્રકારના રોલ કરે તેથી તેણે એ ભૂમિકા છોડીને બીજુ પાત્ર પસંદ કરી લીધુ.

વાત જ્યારે નેહાને ખબર પડશે તો શુ થશે ? રિયાએ વગર વિચાર્યે જ તેમની વય વધારી દીધી છે.