શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

લંડન પોલીસે શાહરૂખની પૂછપરછ કરી

P.R

લંડનમાં શાહરૂખ ખાનને ચાહનારા હજારો લોકો હશે પણ કદાચ લંડન પોલિસને તે ખાસ પસંદ નથી.

હાલમાં યશ ચોપરાની ફિલ્મ માટે લંડનમાં કેટરિના કૈફ સાથે શૂટિંગ કરી રહેલા શાહરૂખની યુકે પોલિસે પૂછપરછ કરી હતી.

છેલ્લા થોડા સમયથી આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યુ છે અને યશ રાજ ફિલ્મ્સના કડક માપદંડ અનુસાર પૂરતુ ધ્યાન રખાઈ રહ્યુ છે કે ફિલ્મનું ફૂટેજ કે તસવીર ઓનલાઈન લીક ન થાય. અને આ જ કારણે, યુકે પોલિસ યશ રાજ ફિલ્મ્સની સિક્યુરિટી સર્વિસ સાથે કામ કરી રહી છે જેથી શૂટિંગ જોવા આવેલા ચાહકો કોઈ તસવીર ન લે.

હવે જેમ કે આ આખી વાતમાં યુકે પોલિસ સંકળાયેલી છે માટે આસપાસના વિસ્તારમાં જોવા મળતી બધી કાર અને લોકોની સતત તપાસ થતી રહે છે. અહેવાલો અનુસાર, આવી જ એક તપાસ દરમિયાન પોલિસે શાહરૂખની કારને પણ રોકી હતી. શાહરૂખને ત્યાની સ્થાનિક પોલિસે અમુક મુદ્દે પૂછપરછ કરી હતી, જેના વિશે હજી સુધી કોઈ જાણકારી નથી.

અમુક પોલિસમેન સાથેની વાતચીત પછી શાહરૂખ બીજી કારમાં બેસી ગયો હતો અને તે સ્થળેથી તુરંત જ રવાના થઈ ગયો હતો.