શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

વીણા મલિક કોન્ડોમની જાહેરાતમાં જોવા મળશે

IFM

પાકિસ્તાની મૂળની સેક્સી અભિનેત્રી વીણ મલિક હંમશા વિવાદમાં રહેવા માટે જાણીતી છે, હેડલાઈનમાં રહેવા ઈચ્છુક વીણા મલિકે હવે એક કોન્ડોમની જાહેરાતમાં કામ કરવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યુ છે. 28 વર્ષીય આ અભિનેત્રીને બોલિવૂડની ફિલ્મોમાં વધારે સફળતા મળી નથી. આ જ કારણસર તે કોઈપણ રીતે લોકપ્રિય રહેવાના તમામ પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ વીણા મલિકે કેટલીક ફિલ્મોના શૂટિંગને લઈને પણ વ્યસ્ત રહી છે. વીણા મલિક કેટલાક કારણોસર વિવાદમાં ઘેરામાં પણ રહી છે. એક મેગેઝિનમાં તેના ન્યૂડ ફોટોઓને લઈને ભારે હોબાળો થયો હતો. બીગ બોસ દરમિયાન તે જાણીતી થઈ હતી. પાકિસ્તાની અભિનેત્રી, મોડલ અને સ્ટેજમાં કાર્યક્રમ કરી ચુકેલી વીણા મલિક છેલ્લા 10 વર્ષથી સક્રિય રહી છે. પરંતુ વધારે સફળતા મેળવી શકી નથી. ન્યૂઝ ચેનલો અને ફિલ્મોમાં તેની નાનકડી ભૂમિકા ચોક્કસપણે મળી છે.

P.R

પંજાબ પ્રાંતમાં રાવલપિંડીમા જન્મેલી વીણા મલિક સોસિયોલોજીમાં બીએની ડિગ્રી ધરાવે છે. અભિનેત્રી તરીકે પોતાના કેરિયરને આગળ વધારતા પહેલા વીણા મલિક કેટલાક ટેલિવિઝન શો માં કોમેડિયન તરીકે પણ રહી હતી. તે તેરે પ્યારમે ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત જાવેદ શેખની યે દિલ આપકા હુઆમાં પણ ચમકી હતી. 2003માં વીણા મલિક પંજાબી ફિલ્મમાં ચમકી હતી. 2005માં પણ તે પંજાબી ફિલ્મમાં ચમકી હતી. પ્રાઈમ ટીવીમાં એક કાર્યક્રમમાં પણ તે ચમકી હતી.