1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

શાઝાનને થયો પ્રેમ !

શાઝાન પદ્મસી
IFM

માત્ર બે ફિલ્મો કરી છે શાઝાન પદ્મસીએ. 'રોકેટ સિંહ' અને 'દિલ તો બચ્ચા હૈ જી'. દિલ તો બચ્ચા હૈ જી માં શાઝાનની એક્ટિંગના સૌ એ વખાણ કર્યા. પરંતુ સાંભળવા મળ્યુ છે કે શાઝાનનુ ધ્યાન વર્તમાન દિવસોમાં એક્ટિંગ પર ઓછુ અને પ્રેમમાં વધુ સમય વિતાવી રહી છે.

શાઝાનનુ દિલ આવ્યુ છે ધ્રુવ ભંડારી નામની વ્યક્તિ પર. ધ્રુવે પણ 'દિલ તો બચ્ચા હૈ જી'માં કામ કર્યુ છે. સેટ પર જ બંનેની મુલાકાત થઈ. પછી દોસ્તી અને ત્યારબાદ પ્રેમ. સૂત્રોના જણાવ્યા મુજબ બંનેને એકસાથે ઘણી જગ્યઓએ સાથે જોવામાં આવ્યા છે.

કેટલાક લોકોએ જ્યારે શાઝાન અને ધ્રુવને આ અંગે પૂછ્યુ તો બંનેયે નિર્દોષતાથી જવાબ આપ્યો કે એવુ કશુ નથી.