શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શાહરૂખ ખાન હજી પણ સૌથી આગળ

IFM
લોકપ્રિયતાના મુદ્દે શાહરૂખ ખાન હજી પણ સૌથી આગળ છે તે વાત ફરીથી એક વખત સાબિત થઈ ગઈ છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ શાહરૂખ દ્વારા અભિનીત ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના વિતરણ અધિકાર મોંઘા ભાવમાં ખરીદી લીધા છે. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને રેડ ચીલીઝ એંટરટેનમેંટ મળીને કરી રહ્યું છે.

કરણ જોહર અને શાહરૂખની જોડીએ હંમેશા સફળતા મેળવી છે. શાહરૂખ-કાજોલની લોકપ્રિય અને સફળ જોડી 'માય નેમ ઈઝ ખાન'માં વર્ષો પછી જોવા મળશે. શાહરૂખ ખાન આ ફિલ્મની અંદર રિઝવાન ખાન નામના યુવકની ભુમિકા ભજવી રહ્યાં છે. તેઓ અમેરિકામાં રહેનારા એવા મુસલમાન બન્યાં છે જે 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલા બાદ કેટલીયે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.

ફોક્સ સ્ટાર સ્ટુડિયો તરફથી કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મની વાર્તામાં યુનિવર્સલ અપીલ છે અને આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે આ ફિલ્મના અધિકાર ખરીદ્યા છે. બોલીવુડમાં ચર્ચા છે કે શાહરૂખ અને કરણે 98 કરોડ રૂપિયામાં વિતરણના અધિકાર વહેચ્યાં છે અને આ બોલીવુડની સૌથી મોટી ડીલમાંની એક છે.