1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

શિલ્પાના ગુડ ન્યુઝ !!

શિલ્પા
IFM

બોલીવુડની હોટ અને સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં જ મમ્મી બનશે એવા શુભ સમાચાર સાંભળવા મળ્યા છે. શિલ્પા શેટ્ટી ગર્ભવતિ છે. વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુદ્રા સાથે લગ્ન કરનારી શિલ્પાને લઈને એવી અફવા ઉડી રહી છે કે તે પ્રેગ્નેન્ટ છે.

જાણવા મળ્યુ છે કે શિલ્પા આજકાલ ક્લિનિકના આંટા વધુ મારી રહી છે. જો આ વાત સાચી હોય તો શિલ્પાનુ આ પ્રથમ બાળક હશે અને રાજ કુન્દ્રાનુ બીજુ બાળક. રાજને તેમની પ્રથમ પત્નીથી એક દીકરી છે. આ સમાચાર શિલ્પા અને રાજે જાહેર નથી કર્યા પરંતુ નિકટના સૂત્રો દ્વારા આ સમાચાર સાંભળવા મળ્યા છે.

રાજ-શિલ્પાની ઈચ્છા તો આ સમાચાર લોકોથી બને ત્યાં સુધી છુપાવવાનો પ્લાન હતો પરંતુ તેમનો આ પ્લાન સફળ ન થયો અને મિડિયાને આ વાતની જાણ થઈ ગઈ.

શિલ્પાએ કહ્યુ પણ હતુ કે તે બે બાળકોની માતા બનવા માંગે છે. તેના સપના પૂરા થઈ રહ્યા હોય તેવુ લાગે છે. ઓલ ધ બેસ્ટ શિલ્પા.
About Writer
વેબ દુનિયા