શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શુ કરે બિચારી જિયા ?

IFM
જિયા ખાનને સમજાતુ નથી કે એ એવુ શુ કરે કે તેની કેરિયરની ગાડી ઝટપટ ભાગે. 'નિ:શબ્દ' પછી તેને મહિનાઓ સુધી બેકાર બેસી રહેવુ પડ્યુ ત્યારબાદ તેને 'ગજીનિ' ફિલ્મ મળી. આ ફિલ્મ માટે તેણે 'વોંટેડ' ફિલ્મને ઠોકર મારી હતી.

'ગજીનિ'એ એતિહાસિક સફળતા મેળવી, છતાં જીયા તો હાથ પર હાથ મૂકીને જ બેસી છે. જ્યારે કે આ ફિલ્મની અન્ય નાયિકા અસિનને ઘણી ફિલ્મોમાં કામ મળ્યુ છે. અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા સ્ટાર્સની સાથે કામ કરી ચૂકેલ જીયાને એ સમજાતુ નથી કે નિર્માતા તેને ફિલ્મમાં લેવા માટે ગભરાય છે કેમ.