શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

શુ પ્રિયંકા પણ શાહિદનો સાથ છોડશે ?

N.D

લાગે છે કે પ્રેમ અને મૈત્રીના બાબતે શાહિદ કપૂરના ગ્રહો સાચે જ ખરાબ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમને પોતાની પાંચ વર્ષ જૂની મિત્ર કરીના કપૂરને ગુમાવી છે. પછી બે બીજા નામ તેમની સાથે જોડાયા. વર્તમાન સમયમાં તેમની મૈત્રી પ્રિયંકા ચોપડા સાથે ચાલી રહી હતી. પરંતુ હવે જાણવા મળ્યુ છે કે પ્રિયંકા સાથે પણ તેમના સંબંધો બગડી રહ્યા છે.

વાત એમ છે કે થોડા દિવસો પહેલા પ્રિયંકાની તબિયત બગડી ગઈ હતી. ત્યારે શાહિદે તેમનુ વિશેષ ધ્યાન રાખવુ શરૂ કરી દીધુ. તેઓ ઈચ્છતા હતા કે પ્રિયંકા મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓમાં જવાનુ છોડી દે અને મદ્યપાન પણ ઓછુ કરે. જેને લઈને તેઓ સમય અને સ્થળ જોયા વગર જ પ્રિયંકાને ઉપદેશ આપવા લાગ્યા છે. જેના પરિણામ સ્વરૂપ પ્રિયંકાને શાહિદના પ્રવચન વેઠવું પડી રહ્યુ છે. સેટ પર હાજર લોકોના કહેવા મુજબ પ્રિયંકા આ વ્યવ્હારને શાહિદનુ અતિક્રમણ ગણાવે છે. બંને નાની નાની વાતને લઈને ઝઘડી પડે છે. હવે એવુ બતાવાઈ રહ્યુ છે કે બંને એકબીજાથી જુદા પડવા માનસિક રૂપે તૈયાર થઈ ગયા છે.