1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

શુ સલમાન લગ્ન કરશે ?

સલમાન
N.D
સલમાન ખાન ઘણી બોલીવુડ પ્રેમિકાઓ સાથે ડેટિંગ કરી ચૂક્યો છે. નિત તેનુ નામ નવી નવી અભિનેત્રીઓ સાથે જોડાય રહ્યુ છે. વર્તમાન સમયમાં તેની જોડી કેટ સાથે લોકો વધુ પસંદ કરી રહ્યા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે સલમાને લગ્ન કરવાનું વિચાર્યું છે. અને એ પણ પોતાની વર્ષો જૂની પ્રેમીકા સોમી અલી ખાન સાથે, એવા સમાચાર સાંભળવા મળ્યા છે.

સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મ રેડીના શુટિંગ વખતે સોમી રોજ સલમાન ખાનને મળતી હતી. આટલું જ નહીં સલમાન ખાન સોમી અલીને ખાસ મળવા માટે પોતાના યુનિટથી અલગ જ હોટલમાં રહેતો હતો.

સલમાન ખાન સોમી અલી સાથેના સંબંધોને બીજીવાર તક આપવા માંગે છે અને આ વાતનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.
સલમાન ક્યારેય પોતાના અંગત જીવન અંગે મીડિયાને પોતાના મોઢે વાત કરતો નથી. તેને હંમેશા લગ્ન અંગે ડર લાગે છે, પરંતુ હવે સલ્લુમિયાં લગ્નનું આયોજન કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં સલમાન પોતાની ફિલ્મ રેડીના પ્રમોશન પર કામ કરી રહ્યો છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, સલમાન સોમી અલી સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની જાહેરાત કરશે.