શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સન્નીની આગળ પોર્ન સ્ટાર ન લગાવો - ડિનો મોરિયા

P.R
સન્ની લિઓને ભલે બોલિવૂડની એ-ગ્રેડ ફિલ્મ સાઈન કરી હોય પણ તેની પોર્ન સ્ટારની ઈમેજ હજી તેનો પીછો નથી છોડી રહી. એક તરફ સન્ની પોતાના ટ્વિટર ફોલોઅર્સને પોતાની એડલ્ટ વેબસાઈટ ચેક કરતા રહેવાની વિનંતી કરી રહી છે ત્યારે ફિલ્મ 'જીસ્મ 2'નો કો-પ્રોડ્યુસર ડિનો મોરિયાને એ વાતથી વાંધો છે કે સન્નીના નામ આગળ હજી પણ પોર્ન સ્ટાર લખવામાં આવે છે.

મોડલમાંથી એક્ટર અને એક્ટરમાંથી પ્રોડ્યુસર બનેલા ડિનોને ખબર નથી પડી રહી કે લોકો શા માટે બોલિવૂડ ફિલ્મમાં સન્નીને લેવાને કારણે આટલી ઉહાપોહ મચાવી રહ્યા છે.

એક અખબાર સાથે વાત કરતા ડિનોએ પત્રકારોને કહ્યુ હતું કે, "જીસ્મ 2માં સન્નીને લીધા પછી તે વાતની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મને નથી ખબર પડી રહી કે આટલી ઉહાપોહ શેના માટે? કારણ કે તે પોર્ન સ્ટાર હતી?"

સન્નીના વ્યવસાયનો બચાવ કરતા ડિનોએ કહ્યુ હતું કે, "પણ તેણે કંઈ ખરાબ નથી કર્યું- તે જે દેશમાં રહે છે તે દેશમાં પોર્ન કાનૂની છે. તેના નામથી આ ટેગ દૂર રાખો."

ડિનો પણ ઈન્ડસ્ટ્રીના એ લોકોમાંથી એક છે જે સન્નીની સુંદરતાથી ઘવાઈ ગયો છે.

ડિનોએ કહ્યુ હતું કે, "તે સુંદર અને અદ્દભુત વ્યક્તિ છે. તે એટલી વહાલી છે કે કોઈ પણ વ્યક્તિ તેના પ્રેમમાં પડી જઈ શકે છે. તે પોતાના રોલ માટે તૈયારી કરી રહી છે અને બોલિવૂડમાં સ્થાઈ થવા માટે ખૂબ મહેનત કરી રહી છે."