શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

સેન બહેનોનો જાદુ

N.D
N.D






















પહેલા આવુ ખૂબ જ ઓછુ થતુ હતુ, પરંતુ હવે ફિલ્મી કલાકારોનુ રેંપ ચાલવુ સામાન્ય વાત થઈ ગઈ છે. આવી જ રીતે થોડા દિવસો પહેલા સેન બહેનો રેંપ પર ચાલી. બંનેયે જુદી જુદી જગ્યાએ પોતાની સુંદરતાનો જાદુ વિખેર્યો. એક જ્યારે રેંપ પર ચાલી રહી હતી ત્યારે બીજી તેને પ્રોત્સાહિત કરતી હતી. વાત થઈ રહી છે રાયમા અને રીયા સેનની. બંને બહેનો ખાડી દેશોની આસપાસ શૂટિંગમાં વ્યસ્ત હતી. આ દરમિયાન ત્યાના ફેશન શોઝમાં પણ તેઓ ભાગીદારી કરી રહી હતી.

બહેરીન ફેશન વીક દરમિયાન મનામામાં રિયા સેન રેંપ પર હતી અને દર્શકોમાં બેસેલી રાયમા તેમનો ઉત્સાહ વધારી રહી હતી, તો બીજી બાજુ રાયમાં સેને દુબઈ ફેશન વીકમાં પોતાના જલવા વિખેર્યા તો રિયા તેના દરેક પગલા પર તાળી વગાડી રહી હતી. રાયમાએ બતાવ્યુ પણ કે બંને બહેનો સુવિખ્યાત ફેશન ડિઝાઈનર રોહિત વર્માના પરિધાન રજૂ કરી રહી હતી. એ કહેવા માંડી કે આ અમારા બંને માટે એક અદ્દભૂત અનુભવ હતો. ત્યાં માત્ર આંતરરાષ્ટ્રીય લેવલના મોડલ્સ જ હતા. રાયમાએ એવુ કહીને પોતાની પ્રશંસા પણ કરી કે એક બાજુ તો બહરીન ફેશન વીકમાં મારી બહેને લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા તો બીજી બાજુ એ જ કામ મેં દુબઈમાં કર્યુ.

સાચે જ આ અનોખો અનુભવ તો રહ્યો જ હશે કારણ કે વ્યસ્તતાને કારણે આમ પણ બંને બહેનોને ક્યાંય સાથે જવાની તક નથી મળતી, એવા સમયે બંનેયે સાથે સારો સમય વીતાવવા ઉપરાંત સાથે કામ પણ કર્યુ.