શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હુ ગૌરાન્વિત અનુભવ કરી રહ્યો છુ - શાહિદ કપૂર

N.D
12માં રાજીવ ગાંઘી એવોર્ડની શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પુરસ્કાર માટે શાહિદ કપૂરને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે શાહિદને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે જવાબ આપ્યો 'જ્યારે મને આ ખબર પડી તો મને ખૂબ જ આશ્ચર્ય થયુ. હુ ફક્ત 28 વર્ષનો છુ અને મને આ સન્માન ખૂબ જ જલ્દી મળી ગયુ છે. હુ જ્યુરીનો આભાર માનુ છુ અને ગૌરવ અનુભવી રહ્યો છુ.

સુનીતા વિલિયમ્સ સચિન તેંડુલકર, મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. પુરસ્કાર સમારંભ ઓગસ્ટ મહિનાની બીજા અઠવાડિયામાં આયોજીત થશે. એ સમયે શાહિદની મહત્વપૂર્ણ ફિલ્મ 'કમીને' પણ રજૂ થવાની છે.