શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હું કોઈને મારી જગ્યા લેવાની તક જ નહી આપુ - કરિના કપૂર

ફિલ્મ 'હિરોઈન'ના ટ્રેલર લોન્ચ સમયે જ્યારે કરિના કપૂરને વાંરવાર એક જ સવાલ પૂછવામાં આવ્યો કે શું તેની આ ફિલ્મ વિદ્યા બાલનની 'ધ ડર્ટી પિક્ચર' જેવી છે ત્યારે આ સવાલો સાંભળીને કરિના થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી.
P.R

તેણે કહ્યુ હતું કે, "ના તો હું કોઈની બરાબરી કરવાનો પ્રયાસ કરી રહી છું ના તો કોઈ મારી જગ્યા લઈ શકે છે. મારી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' કરતા તદ્દન અલગ છે..માટે કૃપા કરીને બન્ને ફિલ્મોની તુલના કરવાનું બંધ કરી દો, આ બેઈમાની છે."

પહેલા આ ફિલ્મમાં ઐશ્વર્યાને લેવામાં આવી હતી પણ ફિલ્મ શરૂ થતા પહેલા જ ઐશ્વર્યાએ પોતાની પ્રેગનન્સીની જાહેરાત કરતા તેના બદલે કરિના કપૂરને લેવામાં આવી હતી.

કરિનાને પૂછવામાં આવ્યું કે તે અત્યારે આટલી મોટી સ્ટાર છે પણ શું તેને ક્યારેય ડર લાગે છે કે નવી અભિનેત્રીઓ આવીને તેની જગ્યા લઈ લેશે. આ સવાલનો જવાબ આપતા કરિનાએ કહ્યુ હતું કે, "હું ઝોહરા સેહગલની જેમ 90 વર્ષની ઉંમર સુધી કામ કરતી રહેવા માંગુ છું. તો કદાચ હું કોઈને મારી જગ્યા લેવાની તક જ નહીં આપું."

'હિરોઈન'માં કરિનાએ 'હલકટ જવાની' નામનું એક આઈટમ સોન્ગ પણ કર્યું છે જેની સીધી સરખામણી કેટરિના કૈફના 'શિલા કી જવાની' અને 'ચિકની ચમેલી' સાથે થઈ રહી છે. આ વાત સાંભળતા જ કરિના ઉછળી પડતા બોલે છે કે, "આ મારું ગીત છે. આ મારો કોઈને જવાબ નથી. સરખામણી ન કરો."

કરિના કપૂર અભિનીત અને મધુર ભંડારકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 21મી સપ્ટેમ્બર એટલે કે કરિના કપૂરના જન્મદિવસે રિલીઝ થવાની છે.