શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હેપી બર્થ-ડે સુસ્મિતા

IFM

બ્યુટી વિથ બ્રેનનુ ઉદાહરણ છે, સુષ્મિતા સેન. તેનું વ્યક્તિત્વ સુંદરતા અને વિચાર જ એવા છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા વગર નથી રહી શકતો.

19 નવેમ્બર 1975માં જન્મેલી સુષ્મિતા આજે પોતાની ઉંમરના 33 વર્ષ પૂરા કરી રહી છે. પત્રકાર બનવાના વિચાર ધરાવતી સુષ્મિતા સેને મિત્રોની સલાહ પર મિસ ઈંડિયા પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો અને એશ્વર્યા રાયને પાછળ છોડી મિસ ઈંડિયા બની.

તેમની યાત્રા અહીં જ ન થોભી, 18 વર્ષની વયે તેઓ મિસ યુનિવર્સનો તાજ પહેરીને દરેક ભારતીયને ગૌરવાન્વિત કર્યા. 1996માં 'દસ્તક'ના દ્વારા તેમણે ફિલ્મોમાં પગલાં માંડ્યા.

કુશળ અભિનેત્રી હોવા છતાં બોલીવુડમાં તેમની પ્રતિભાનો પૂરો ઉપયોગ હજુ સુધી નથી થઈ શક્યો. કદાચ સુષ્મિતાની બિન્દાસ ઈમેજ અને લાઈફસ્ટાઈલથી નિર્માતા-નિર્દેશક અને નાયક તેમની સાથે કામ કરવાથી ગભરાય છે.

સુષ્મિતા આ સમયે તેની મહત્વાકાંક્ષી ફિલ્મ રાણી લક્ષ્મીબાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. સુષ્મિતાને જન્મદિવસની શુભેચ્છાઓ.