શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

હેપી બર્થ ડે સેફ અલી ખાન : લંડનમાં કરિના સાથે ઉજવશે બર્થડે

P.R
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન આજે લંડનમાં પોતાની પ્રેમિકા કરિના કપૂર સાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

થોડા દિવસો પહેલા જ બન્ને જણા શાંતિ અને એકાંતનો સમય માણવા માટે લંડન ઉપડી ગયા હતાં.

છેલ્લા થોડા સમયથી સૈફ અને કરિના બન્ને પોત પોતાની ફિલ્મોમાં ઘણા વ્યસ્ત હતાં. કરિનાએ મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઈન'ના ડબિંગમાંથી થોડો સમય કાઢ્યો છે જ્યારે સૈફ અલી ખાને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ 'ગો, ગોવા, ગોન'ના કામમાંથી બ્રેક લીધો છે.

એક અખબાર સાથે વાત કરતા, આ બન્નેની નિકટ એવા એક સૂત્રએ જણાવ્યુ હતું કે, "સૈફને પોતાના જન્મદિવસે પાર્ટી કરવાનો કે કેક કાપવાનો ખાસ ઉત્સાહ નથી હોતો. તો મોટાભાગે તો બન્ને જણા તેમના કોઈ ફેવરિટ રેસ્ટોરન્ટમાં શાંતિથી ડિનર માણશે. તે અને બેબો માત્ર મીડિયાથી દૂર એકબીજા સાથે થોડો એકાંતનો સમય માણવા માંગતા હતાં અને ત્યા પણ આ બન્ને એ જ કરવાના છે- એકબીજા સાથે વધુમાં વધુ સમય ગાળશે. લંડનમાં તેમને એ પ્રકારનો સમય મળી રહે છે જે તેઓ ઈચ્છે છે."