શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By ભાષા|
Last Modified: શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (13:58 IST)

ઇંડસ્ટ્રીઝ ગ્રુપે નાણા પ્રધાનના વખાણ કર્યા

નવી દિલ્હી (ભાષા) ભારતીય ઉદ્યોગો અને બેન્કોએ આજે શ્રેષ્ઠ બજેટ રજૂ કરવા બદલ નાણા પ્રધાન પી ચીદમ્બરમની વખાણ કર્યા હતા. સીઆઈઆઈના પ્રમુખ સુનિલ મીત્તલે આજે જણાવ્યું હતું કે બજેટ અપેક્ષાનુસાર જ છે. જો કે અમને એ વાતનું દુખ છે કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન્સમાં પાંચ ટકાના વધારાના કારણે હવે લોકો મીડિયમ ટર્મ તરફ વળશે.

ઉદ્યોગપતિ સજ્જાન જિન્દાલે જણાવ્યું હતું કે, આ મિશ્ર બજેટ છે. નાણા મંત્રીએ કોર્પોરેટ ટેક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. બજેટમાં કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર પર ભાર મુકવામાં આવ્યો છે.