બજેટ 2008-09ના મુખ્ય બિંદુઓ

નવી દિલ્હી.| વેબ દુનિયા|

પ્રધાનમંત્રી મનમોહન સિંહની ગેરહાજરીએમાં નાણામંત્રાલયનું કાર્ય સંભાળી રહેલા વિદેશમંત્રી પ્રણવમુખર્જીએ આજે સંસદમાં અંતરિમ બજેટની જાહેરાત કરી હતી. આ બજેટ કેટલેક અંશે નિરાશાજનક રહ્યુ હતું. જેમાં આયકર પર કોઈ વિશેષ છૂટ આપવામાં ન આવી કે હોમલોનમાં પણ કોઈ રાહતની જાહેરાત કરાઇ નથી. મુખર્જીએ સંપ્રગ સરકાર તરફથી આવનાર ત્રણ માસ માટે તેમની રાજનીતી કારકિર્દીના 25 વર્ષે બજેટની જાહેરાત કરી હતી.

* વર્ષ 2009-10 માટે કુલ 9,53,231 કરોડ
* રક્ષા બજેટમાં વધીને 1 લાખ 41 હજાર 703 કરોડ
* 1.2 કરોડ નોકરીઓની તક ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય
* ચાલુ નાણાકિય અર્થવ્યવસ્થામાં 7.1 ટકા વિકાસ દર રહેવાની સંભાવના છે.
* આર્થિક વિકાસનો લાભ સૌથી સુધી પહોચાડવાની જરૂરત છે.
* નાણાકિય વર્ષ 2008-09માં સરકારે 37 આધારભૂત પરિયોજનાઓ પર 70 હજાર કરોડ ખર્ચ કર્યા છે. * ખાનગી-સાર્વજનિક ભાગીદારી અંતર્ગત 54 કેન્દ્રીય આધારભૂત પરિયોજનાઓને મંજુરી.
* જવાહર નવનિર્માણ યોજના માટે 11842 કરોડ
* ભારત નિર્માણ માટે 40900 કરોડ
* નરેગા માટે 30100 કરોડ
* સ્વચ્છ પાણી માટે 7400 કરોડ
* આઈસીડીએસ માટે 6705 કરોડ
* મિડ ડે મિલ માટે 8000 કરોડ
* ઈન્દિરા આવાસ યોજના માટે 60 લાખ * મંદીમાં રાહ્ત માટે 40000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.
* પીપીપી પરિયોજનાઓ પર કુલ 67,700 કરોડ ખર્ચનો અનુમાન
* ઈંડિયા ઈંફ્રાસ્ટ્રક્ચર ફાઈનાંસ કંપની માર્ચ અંત સુધી 10 હજાર કરોડ રૂપિયા
* કૃષિ ક્ષેત્રે 65,300 કરોડ રૂપિયાનું દેવુ માફ
* ગ્રામીણ આધારભૂત વિકાસ કોષ 5,500થી વધારીને 14,000 કરોડ કરાયુ
* 11મી પંચ વર્ષિય યોજનામાં 900 ટકાનો વધારો* બજેટ ખોટ 4.5 ટકાથી ઘટીને 2.7 ટકા થયુ
* રાજસ્વ ખોટ 3.6 ટકાથી વધીને 1.1 ટકા થઈ
* નિર્યાતમાં 26.4 ટકા વાર્ષિક વૃદ્ધિ
* વિદેશ વ્યાપાર 27.3 ટકાથી વધીને 35.5 ટકા થયુ
* સફળ ઘરેલુ ઉત્પાદનમાં કર 9.2 ટકાથી 12.5 ટકા થયુ છે.
* કૃષિમાં 3.7 ટકાની વાર્ષિક વૃદ્ધિ થઈ


આ પણ વાંચો :