રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (15:31 IST)

બજેટ 2016 - ATMમાંથી પૈસા કાઢવા થશે મોંઘા

બજેટ 2016
નાણાકીય મંત્રી અરુણ જેટલી સોમવારે સંસદમાં વર્ષ 2016-17નુ સામાન્ય બજેટ રજુ કર્યુ છે. ઉદ્યોગ જગતથી માંડીને સામાન્ય લોકો સુધી દરેકને મોદી સરકારની આ બીજા બજેટથી અપેક્ષાઓ છે. 
 
નાણાકીય મંત્રીએ બજેટમાં સર્વિસ ટેક્સમાં 0.5 ટકા કરવાની જાહેરાત કરી છે. સર્વિસ ટેક્સ પર 0.5 ટકા કૃષિ સેસ લાગવાથી સર્વિસ ટેક્સ 14.5 ટકાથી વધીને 15 ટકા થઈ ગયો છે. મતલબ સર્વિસ ટેક્સની હદમાં આવનારી બધી સેવાઓ મોંઘી થઈ જશે. તેનાથી એટીએમ મશીનનો ઉપયોગ કરનારા પર હવે તમારે વધુ રકમ ચુકવવી પડશે.  એટલુ જ નહી સેવા કરમાં વૃદ્ધિ થવાથી રેલ ટિકિટની કિમંત પણ હવે પહેલાથી વધુ થશે.