શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated :મુંબઈ. , મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (10:47 IST)

બજેટ દ્વારા નક્કી થશે બજારની ચાલ, વધી શકે છે આવકવેરા છૂટની સીમા

આગામી સપ્તાહ નાણાકીય મંત્રી અરુણ જેટલી દ્વારા 2017-18નુ કેન્દ્રીય બજેટ રજુ થવાથી બજારનુ વલણ નક્કી થશે. આ સાથે જ આર્થિક આંકડા, વૈશ્વિક બજારનુ વલણ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોના રોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ અને કાચા તેલની કિમંતો બજારનુ વલણ નક્કી કરશે. 
 
બુધવારે રજુ થશે બજેટ 
 
સામાન્ય બજેટ 2017-18 બુધવાર મતલબ એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય મંત્રાલય અરુણ જેટલી દ્વારા સંસદમાં રજુ કરવામાં આવશે.  બજેટ પહેલા મતલબ મંગળવારે 31 જાન્યુઆરી મતલબ બજેટ સત્રના પ્રથમ દિવસે  આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવશે. 
- પહેલીવાર રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે જ રજુ કરવામાં આવશે. 
- આ વખતે બજેટને પારંપારિક રૂપથી ફેબ્રુઆરીના અંતમા રજુ કરવાને બદલે એક મહિના પહેલા જ રજુ કરવામાં આવશે. 
- બજેટને પ્રથમ રજુ કરવાનો નિર્ણય નવા નાણાકીય વર્ષ શરૂ થતા પહેલા ખર્ચ અને કર પ્રસ્તાવોને  પૂરા કરવાના છે. 
- આવકવેરા છૂટની સીમા 4 લાખ સુધી થવાની આશા. 
-  એવી આશા છે કે અરુણ જેટલી દેશના સામાન્ય કરદાતાઓએન લાભ પહોંચાડવા માટે આવકવવેરાના દરમાં સંશોધન કરી શકે છે. 
- વર્તમાન આવકવેરાની સીમા 2.5 લાખ રૂપિયા છે અને સરકાર તેને વધારીને ચાર લાખ રૂપિયા કરી શકે છે. 
- નોટબંધીના નિર્ણય પછી આ પ્રથમ બજેટ છે તેથી તેમા રોકડ રહિત લેવડ-દેવડને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પણ મહત્વપૂર્ણ છે. 
- કાર્ડ ચુકવણી પર છૂટ, કાર્ડ દ્વારા ટૉલ બૂથ પર છૂટ વગેરે 
 
રિપોર્ટ મુજબ આગામી બજેટમાં રેલવે અને રક્ષા ક્ષેત્રમાં વધુ વહેંચણીની આશાઓ છે જેથી તેનાથી મૂડીગત ક્ષેત્રને પ્રોત્સાહન મળી શકે.  
 
કંપનીઓના પરિણામ પર પણ દેખાશે અસર 
 
- આગામી અઠવાડિયે અનેક મોટી કંપનીઓ ત્રિમાસિક પરિણામ રજુ થવાનુ છે. જેમા ગ્રાસિમ ઈંડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેંકના ત્રિમાસિક આંકડા 30 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. 
 
- બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક અને ઓએનજીસીના 31 જાન્યુઆરી, આઈશર મોટર્સના એક ફેબ્રુઆરી, એસીસીના ત્રણ ફેબ્રુઆરી અને ડૉ. રેડ્ડીઝના ચાર ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવશે.