સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 2 ફેબ્રુઆરી 2020 (08:36 IST)

World Cancer Day : કેંસરથી બચવા શું ખાશો શું નહી ,

આજકાલની જીવનશૈલીને જોતા કેંસરના ખતરો તેજીથી વધી રહ્યા છે. એ સમયે જરૂરી છે કે ખાવા-પીવામાં થોડા ફેરફાર કરાય . 
વધારેથી વધારે તાજા ભોજન કરો. અહીં તાજા ભોજન એટલે કે પત્તેદાર શાકભાજી , ફળ , સૂકા મેવા દાળ વગેરે ખાવો. એના માટે લંચ કે ડિનરથી ખૂબસલાદ ખાવો. શોધ પ્રમાણે જે લોકો ઓછા ફળ અને શાકભાજી ખાય છે એને કેંસરનો  ખતરો વધારે થાય છે. 
 
ફાઈબર કેંસરથી લડવામાં સૌથી વધારે મદદગાર છે. ફાઈબરયુક્ત ભોજન પાચનને સહી રાખે છે અને કેંસર કરતા કમ્પાઉંડને શરીરથી બહાર કાઢે છે. એના માટે બ્રાઉન રાઈસ ખાવો , ફળને એના છાલ સાથે ખાવોૢ શોધ જણાવે છે કે ભોજનમાં ફાઈબરની માત્રાને કેંસરના ખતરાથી સીધો સંબંધ છે. 
કેંસરના ખતરાને ઓછું કરવું છે તો સૌથી પહેલા ટેવ નાખો કે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાવો. તાજા ભોજન કરો . એટલે કે ડિબ્બામાં બંદ ખાવા પર નિર્ભર ઓછા કરો. પેક્ડ સંતરાના જ્યૂસથી સારું છેકે સંતરાને છોલીને ખાવો. 
નોનવેજ ખાતા લોકોને પણ કેંસરના ખતરો શાકાહારી લોકોની અપેક્ષા 50 ટકા વધારે હોય છે. રેડ મીટ ખાતાને કેંસતનો  ખતરો વધારે હોય છે. કારણકે એમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે. તો માંસાહાર ભોજનની માત્રા ઓછી કરી નાખો. 
સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટ આરોગ્ય માટે ખતરનાક છે , તો એના સેવનને ઓછું કરો. સેચ્યુરેટેડ ફેટ માખણ , ઘી,  ઈંડા, વસાવાળા દૂધ અને રેડ મીટમાં હોય છે. 
ટમેટા ,બ્રોકલી, લીલી શાકભાજી, અંગૂર, ગાજર ,ડુંગળી, લસણ, લાલ મરચા અને ગ્રીન ટી એવા પ્રોડક્ટ છે જે એંટી ઓક્સીડેંટ થી ભરપૂર હોય છે કેંસરથી લડવામાં મદદગાર હોય છે. 
 
ખૂબ પાણી પીવો. આ શરીરથી ઝેર કાઢવામાં મદદ કરે છે. કેંસર બનાવતા સેલ્સને શરીરથી બહાર કાઢે છે. મીઠા ડ્રિકસ જેમકે કોકા , જ્યૂસ આ બધા દૂર રહો. 
ભોજન રાંધતા સમયે થોડી સાવધાની રાખો. ભોજનને ઓછા પાણીમાં રાંધો, શાકભાજીને સારી રીતે ધોવું જેથી બધા પેસ્ટીસાઈડ નિકળી જાય. તેલને ખૂબ વધારે ન રાંધો આ કારસિનોજેનિક બની જાય છે. 

 
ભોજન રાંધતાના તરીકામાં બદલાવ કરો . વધારે તેલમાં ભોજન રાંધતા બચવું. એ સિવાય ઉકાળતા કે ભાપમાં રાંધતાને પ્રાથમિકતા આપો.