1. ગુજરાતી સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: બુધવાર, 13 ડિસેમ્બર 2023 (16:13 IST)

CG CM Oath Taking Ceremony : વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, પદ અને ગોપનીયતાની લીધી શપથ

vishnu dev sai
CG CM Oath Taking Ceremony Live:  આજે વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ કાર્યક્રમ રાયપુરના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આદિવાસી સમુદાયમાંથી આવતા વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના ચોથા સીએમ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.
 
વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, પદ અને ગોપનીયતાના લીધા શપથ 
બીજેપી નેતા વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા. 
 
છત્તીસગઢના ડિપ્ટી સીએમ બનેલ ફાયરબ્રાંડ લીડર વિજય શર્મા 
બીજેપી નેતા વિજય શર્માએ છત્તીસગઢના ડિપ્ટી સીએમના રૂપમાં શપથ લીધા. સૂબેના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને તેમને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. વિજય શર્માની ફાયરબ્રાંડ હિન્દુ નેતાની ઈમેજ છે અને તેઓ બ્રાહ્મન સમાજમાંથી આવે છે.