બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. ચાઇલ્ડ કેર
Written By પારૂલ ચૌધરી|

છુટાછેડા લેતા પહેલાં વિચારો...

તમારા માટે નહિ તો બાળકો માટે...

N.D
જે દંપતિને બાળક હોય તેમણે છુટાછેડા લેતા પહેલાં થોડોક વિચાર કરવો જોઈએ. તેમણે એક વાત વિચારવી જોઈએ કે જ્યારે તેઓ લડે-ઝગડે છે ત્યારે એકબીજાની નજરમાં તો સન્માન ગુમાવી જ દે છે સાથે સાથે બાળકોની નજરમાં પણ પોતાનું સન્માન અને પ્રેમ ગુમાવી દે છે. લડાઈ દરેક ઘરમાં થાય છે પરંતુ આ લડાઈને ઘરની બહાર ન જવા દેશો. જેવી તમારા ઘર લડાઈ તમારા ઘરની બહાર ગઈ કે તમારા બાળકો ઉપહાસનું કેન્દ્ર બન્યાં સમજો.

આવા દંપતિએ એક વાતનો વિચાર કરવો જોઈએ કે તેમણે ક્યારેક એકબીજાની સામે પ્રેમનો એકરાર કર્યો હતો. તો પોતાને ખાતર નહિ પણ બાળકોને ખાતર તે પ્રેમને ફરીથી જાગૃત કરો. પોતાના બાળકને ખાતર પોતાનું સ્વાર્થપણું અને અહમને બાજુમાં મુકી દો. ઘણાં દંપતિઓ બાળકને લેવા માટે કોર્ટમાં ઝઘડે છે કે બાળક મારૂ છે, બાળક મારૂ છે. આજ સુધી જે બાળક તમારૂ હતું તેને માટે તમે ઝઘડી રહ્યાં છો તો આજે બાળક માટે તમે એજબીજાના થાવ. અને અલગ થવાનો વિચાર બાજુમાં મુકીને બાળકની પાસે રહેવાનું શરૂ કરી દો.