બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : બુધવાર, 22 નવેમ્બર 2017 (10:05 IST)

શિયાળામાં બાળકોને સ્વસ્થ રાખવાની 10 Tips, આ રીતે રાખશો ધ્યાન તો બાળકો નહી પડે બીમાર

શિયાળાની ઋતુ આવી ગઈ છે. આ દરમિયાન બધા લોકોને ખાસ સાવધાની રાખવી પડે છે. પણ જ્યારે વાત બાળકોની હોય તો કોઈ પ્રકારની નિષ્કાળજી ન રાખવી જોઈએ. નાના બાળકો આ ઋતુમાં અનેક પ્રકારના સંક્રમણના ભોગ થઈ જાય છે. તેથી અમે અહી તમને બતાવી રહ્યા છીએ કેટલીક એવી ટિપ્સ જેનાથી તમારા બાળકો બીમાર થયા વગર જ શરદીની મજા ઉઠાવી શકશે. 
 
પહેરાવો જૂના ગરમ કપડા - બાળકોના કપડાનું શિયાળામાં વિશેષ ધ્યાન રાખો. કપડાની થોડી પણ બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. તેથી જેવી ઋતુ બદલાય કે બાળકોને ગરમ કપડા પહેરાવવા શરૂ કરી દો.  સાધારણ ઠંડીને નજરઅંદાજ ન કરો અને બાળકોને હંમેશા મોજા પહેરાવી રાખો. 
 
બાળકોને રોજ નવડાવશો નહી - નાના બાળકોને શિયાળામાં રોજ નવડાવવા જોઈએ નહી. નાના બાળકોને રોજ નવડાવવાને બદલે દરે બીજા દિવસે ગરમ પાણીમાં સોફ્ટ એંટીબેક્ટેરિયલ લિકવિડ નાખીને તેમા નરમ ટોવેલ પલાળીને તેનાથી શરીર સાફ કરી મુકો. 
 
જો કે થોડા નાના બાળકોને રોજ નવડાવવા જોઈએ. જો શરદી-ખાંસી છે તો એક દિવસ છોડીને પણ નવડાવી શકો છો. રોજ નવડાવવાથી બાળકો કીટાણુંઓથી દૂર રહે છે. 
 
માલિશ માટે કરો ગરમ તેલનો પ્રયોગ - માલિશથી એકબાજુ બાળકોની માંસપેશિયો મજબૂત રહે છે તો બીજી બાજુ બાળકોનુ શરીર પણ ગરમ રહે છે. તેથી શિયાળાની ઋતુમાં બાળકોની માલિશ જરૂર કરો. માલિશ કરતી વખતે ગરમ તેલનો પ્રયોગ કરો. 
 
શક્ય હોય તો બાળકોને થોડીવાર તાપમાં બેસાડો - જો તમારા ઘરમાં તડકો ખૂબ આવે છે તો બાળકોને ગરમ કપડા પહેરાવી થોડીવાર માટે તાપમાં બેસાડો. તેમને તાજી હવા અને વિટામિન ડી બંને મળશે. 
 
ઠંડી વસ્તુઓ ન ખવડાવશો - શિયાળામાં ભૂલથી પણ બાળકોને ઠંડી વસ્તુઓ ન ખવડાવશો. જો તમારુ બાળક 7 મહિનાથી વધુનુ છે તો જમે છે તો તેને ઠંડી વસ્તુઓ ન ખવડાવશો અને સાથે જ તેને વાસી ખોરાક કે ઠંડો ખોરાક પણ ન ખવડાવશો. 
 
સારી ક્વોલિટીનુ સ્વેટર પહેરાવો -  સ્વેટર હંમેશા સારી ક્વોલિટીનુ પહેરાવો. કારણ કે વૂલનથી ક્યારેક ત્વચામાં એલર્જી થઈ જાય છે. 
 
ઘરના તાપમાન પર રાખો ધ્યાન - મોટાભાગે શિયાળામાં ઠંડીથી બચાવવા માટે બાળકોને હીટર અને બ્લોઅરથી ગરમ રૂમમાં રાખવામાં આવે છે. પણ આ આદત બાળકો માટે મોટાભાગે બીમારીનુ કારણ બની જાય છે. રૂમનુ તાપમાન હંમેશા સામાન્ય હોવુ જોઈએ. વધુ ગરમ વાતાવરણથી જો બાળકો સામાન્ય તાપમાનમાં આવી જાય છે તો તેમને તરત જ ઠંડી અસર કરે છે. 
 
બાળકોની પથારી ગરમ રાખો - બાળકોની પથારી ગરમ રાખો તેને સૂતા પહેલા હોટ વોટર બોટલ મુકીને પથારીને ગરમ કરી લો. પણ ધ્યાન રાખો કે બાળકોના સૂતા પહેલા બોટલ ત્યાથી હટાવી લો.  
 
રોજ પીવડાવો દૂધ - એક વર્ષ સુધીના બાળકોને માતાના દૂધ ઉપરાંત જરૂર પડતા ફોર્મૂલા મિલ્સ(નૈન, લૈક્ટોઝન વગેરે) આપો ત્યારબાદ બે વર્ષના બાળકોને ફુલ ક્રીમ દૂધ આપો. આ વયમાં બાળકોનુ મગજ અને આંખોના વિકાસના હિસાબથી ખૂબ મહત્વનુ હોય છે. 
 
ફળ પણ ખવડાવો - બાળકોને સીઝનલ શાકભાજી આપો. તેમને બધા ફળ પણ ખવડાવી શકો છો. ફળમાં સાધારણ મીઠુ લગાવીને ખવડાવવાથી શરદીનો ભય રહેતો નથી. સાથે જ સાંજના સમયે ફળ ન ખવડાવશો. સાંજના સમયે ફળ ખવડાવવાથી શરદી થવાનો ખતરો રહે છે. 
 
બાળકોને રોજ બદામ, કાજૂ, કિશમિશ આપી શકો છો. આ સાથે જ દૂધમાં કેસર મિક્સ કરીને બાળકોને પીવડાવવાથી શિયાળામાં લાભકારી રહે છે. બાળકોને રોજ ઈંડા પણ ખવડાવો. ઈંડાથી તમારા બાળકોનુ શરીર ગરમ રહે છે. 
 
રોજ ખવડાવો એક ચમચી ચ્યવનપ્રાશ - ચ્યવનપ્રાશ શિયાળામાં બાળકો માટે ખૂબ લાભકારી હોય છે. તેથી શિયાળામં રોજ એક ચમચી બાળકોને ચ્યવનપ્રાશ જરૂર ખવડાવો. બાળકોને બની શકે તો  દૂધમાં હળદર મિક્સ કરીને પણ પીવડાવો.