રવિવાર, 2 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 2 જુલાઈ 2021 (16:46 IST)

માતા બન્યા પછી આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

pregnant woman care tips
9 મહીનાની ગર્ભાવસ્થા પછી માતા બનવુ ખૂબ સુખદ અનુભવ હોય છે પણ મા અને નવજાત બાળકના આરોગ્યના હિસાબે આ નાજુક સમય છે. માતા બન્યા પછી દુખાવો, પેટ સંબંધી અને બીજી સમસ્યાઓ આરોગ્ય 
ખૂબ હદ સુધી પ્રભાવિત કરે છે. તેથી આ 5 વસ્તુઓ તમારી તમારી રોજિંદામાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થશે.
 
1 સૂંઠના લાડુ - ડિલીવરી પછી નવી નવેલી માતાઓને સૂંઠના લાડુ ખવડાવવુ ખૂબ લાભકારી હોય છે. નબળાઈ પૂર્તિ અને શરીર દૂર કરી શક્તિ આપવા માટે આ લાભકારી હોય છે. 
2. ખજૂરના લાડુ - ડિલીવરી દરમિયાન લોહીની માત્રામાં હાનિ હોય છે. તેથી ખજૂરના લાડું ખૂબ લાભપ્રદ હોય છે. ખજૂરમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જે કબ્જિયાત દૂર કરે છે અને થાક અને નબળાઈ દૂર કરે 
છે. 
3. ગુંદરના લાડુ- ડિલીવરી પછી ગૂંદરના લાડુ ખાવુ પણ નવી માતાના પોષણયુક્ત અને શક્તિ આપનારું હોય છે. તેના માટે ગુંદર અને સૂકા મેવાનો ઉપયોગ કરાય છે. ઘણા લોકો મગની દાળ, સોયાબીનનો લોટ  
ડ્રાયફ્રૂટને મિક્સ કરીને લાડુ બનાવે છે. 
4. અજમાનો પરાંઠા- આ સમયે બનાવેલ અજમાનો પરાંઠા ખાવુ નવી માતા માટે ફાયદાકારક છે. આ માત્ર પાચનમાં સુધારો જ નહીં, પણ ગર્ભાશયની સમસ્યાઓ પણ મટાડે છે.
5 વ્યાયામ જરૂરી - શરીરને આરામની સાથે વ્યાયામ પણ જરૂરી છે જેથી માંસપેશીઓને બળ મળે અને તે લચીલો રહે. સારું આરોગ્ય માટે આ જરૂરી છે.