બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (00:18 IST)

Ghee Benefits- બાળકને ઘી કેવી રીતે આપવું, બાળકને ઘી ખવડાવવાના ફાયદા અને નુકશાન

બાળકને ઘી ક્યારે અને કેવી રીતે આપવું ઘી? જણો તેના ફાયદા અને નુકશાન પણ 
જન્મથી 6 મહીના સુધી માનો દૂધ જ બાળક માટે સંપૂર્ણ આહાર હોય છે પણ 6 મહીના પછી બાળકન દાંત આવવા લાગે છે. આ દરમિયાન તેના સારા શારીરિક અને માનસિક વિકાસ માટે કેટલાક કઠણ વસ્તુઓનો સેવન કરાવવો જોઈએ. તેમજ દેશી ઘી ગુણોથી ભરપૂર હોય છે. 
ઘીમાં રહેલ પોષક તત્વ 
દેશી ઘીમાં વિટામિન એ, ડી, ફેટી એસિડ, ઉર્જા, કોલેસ્ટ્રોલ, કેલોરી, મોનો અનસેચુરેટેડ ફેટી એસિડ વગેરે પોષક તત્વ હોય છે. 
6 મહીના પછી બાળકને ખવડાવો ઘી 
એક્સપર્ટસ મુજબ બાળકના 6 મહીનાના થયા પછી ઘી ખવડાવી શકો છો. એક શોધ મુજબ 6 થી 8 મહીનાના બાળકની ડાઈટમાં 0.6 Kcal/g અને 12 થી 23 મહીનાના બાળકને આટલી માત્રામાં ખવડાવવુ બાળકને ઘી 
એક્સપર્ટસ મુજબ શરીરમાં ઉર્જાનો સ્ત્રોત બનાવી રાખવા માટે બાળકને દરરોજ 1 નાની ચમચી ઘી ખવડાવી શકાય છે. 
 
ચાલો હવે જાણીએ બાળકને ઘી ખવડાવવાના ફાયદા 
મજબૂત હાડકાઓ 
તેમાં વિટામિન એ, ડી થી હાડકાઓમાં મજબૂતી આવે છે. તેના સેવનથી બાળકના હાડકાઓ મજબૂત હોવાની સાથે ઓસ્ટ્યોપોરોસિસ, હાડકાઓના વિકાસના રોગ વગેરે રોગોથી સંક્રમિત થવાન ખતરો ઓછું રહેશે. તેની સાથે જ બાળકના સારા વિકાસ થવામાં મદદ મળે છે. 
ઈમ્યુનિટી વધારવામાં મદદગાર 
તેના સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્રતાથી વધવામાં મદદ મળે છે. તેથી બાળકને શરદી, ખાંસી અને મોસમી રોગોથી બચાવ રહેશે. 
ઉર્જાનો મુખ્ય સ્ત્રોત 
દરરોજ 1 નાની ચમચી ઘી બાળકને ખવડાવવાથી તેમની એનર્જી બૂસ્ટ થશે. તેથી બાળક ચુસ્ત અને દુરૂસ્ત રહેશે. 
વજન વધારે 
હમેશા પેરેંટસ નાના બાળકોના વજન ન વધવાથી પરેશાન રહે છે. તેથી તમે તમારા બાળકની ડેલી ડાઈટમાં ઘી શામેલ કરી શકો છો. તેમાં રહેલ ફેટ વજન વધારવામાં મદદગાર સિદ્ધ હોય છે. 
સ્ટેમિના અને યાદશક્તિ વધારવામા ફાયદાકારી 
તેના સેવનથી બાળકનો સ્ટેમિના અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. તેથી સ્ટેમિના એટલે કે સહન
 
બાળકને ઘી ખવડાવવાની રીતે 
તમે બાળકને ઘી, શીરા, દળિયા કે ખિચડી, ચોખા વગેરેમાં મિક્સ કરી ખવડાવી શકો છો. રોટલી કે લાડુમાં પણ બાળકની ડાઈટમાં શામેલ કરી શકો છો. પણ બાળકના લાડુ સીમિત માત્રામાં જ આપવું. અસલમાં તેમાં વધારે ખાંડ હોવાથી વજન વધારવાની સાથે બીજી સમસ્યાઓ હોઈ શકે છે. 
 
બાળકને વધારે ઘી ખવડાવવાના નુકશાન 
- તેમાં ફેટ વધારે હોવાથી બાળકનો વજન વધી શકે છે. તેથી તેને સીમિત માત્રામાં જ બાળકની ડાઈટમાં શામેલ કરવી 
- વધારે માત્રામાં ઘી ખાવાથી બાળકને અપચ, ગૈસ વગેરે પેટ સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. 
- ઘીમાં વિટામિન એ હોય છે. તેથી તેને વધારે માત્રામાં બાળકને ખવડાવવાથી તેના શરીરમાં વિટામિન એ વધી શકે છે. તેના કારણે તેમના શરીરમાં માથાનો દુખાવો, ગભરાહટ વગેરે લક્ષણ જોવાઈ શકે છે.