સોમવાર, 28 નવેમ્બર 2022
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated: મંગળવાર, 14 જૂન 2022 (18:30 IST)

'Anupama' ની રૂપા ગાંગુલી છે TV ની સૌથી મોંઘી અભિનેત્રી, 1 એપિસોડની આટલી લે છે ફી

anupama
નાના પડદાની ફેમસ સીરિયલ 'અનુપમા' (Anupama) છેલ્લા એક વર્ષથી ટીવીની દુનિયામાં સૌથી ચર્ચિત શો બની રહી છે, જે છેલ્લા એક વર્ષથી ટીઆરપીની ટોપ લિસ્ટમાંથી હટવાનુ નામ નથી લઈ રહી. શોમાં સામેલ કલાકારોની ટીમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ શોમાં ટાઈટલ રોલ પ્લે કરી રહેલી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી(Rupali Ganguly) ઘર-ઘર પોપ્યુલર થઈ ગઈ છે. અને માત્ર લોકપ્રિય જ નહીં, રૂપાલી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીની યાદીમાં પણ સામેલ થઈ ગઈ છે. તે દરેક એપિસોડ માટે તગડી રકમ લઈ રહી છે. 
BollywoodLife.com ની એક રિપોર્ટ મુજબ રૂપાલી ગાંગુલીએ 1.5 મુજબ રૂપાલી ગાંગુલીએ 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડની ફી સાથે શરૂઆત કરી હતી. પણ જ્યારે શો નો જાદુ લોકોના માથે ચઢીને બોલવા લાગ્યો તો શો અને તેની પોપુલૈરિટીને જોઈને મેકર્સે આ ફી બમણી કરવી પડી.  હવે અનેક મીડિયા રિપોર્ટ્સનો આ દાવો છે કે રૂપાલી ગાંગુલી આ ટીવી સીરિયલ માટે પ્રતિ એપિસોડ લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જે હાલ ટીવી ઈંડસ્ટ્રીમાં સૌથી વધુ સેલેરી મેળવનારી ટીવી અભિનેત્રી છે. 
 
કેટલુ કમાય છે સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના 
c
બોલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ તેમના સહ કલાકાર સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા કમાવે છે. અનુપમાં રૂપાલી ગાંગુલીની સાથે સાથે સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, પારસ કલનાવત, આશીષ મેહરોત્રા, મુસ્કાન બામને, અરવિંદ વૈદ્ય, અલ્પના બુચ, શેખર શુક્લા, નિધિ શાહ અને અનઘા ભોંસલે છે. રાજન શાહી અને તેમની મા દીપા શાહી દ્વારા બનાવેલ અનુપમા સીરિયલ સ્ટાર પ્લસ પર પ્રસાર્તિ થાય છે.  TVની સૌથી મોંઘી અભિનેત્રી બનવા માટે રૂપાલીને એક લાંબો પ્રવાસ ખેડવો પડ્યો છે. 
c
સારાભાઈ વર્સેજ સારાભાઈથી મળી હતી લોકપ્રિયતા 
મીડિયા રિપોર્ટ્સ મુજબ રૂપાલી ગાંગુલીએ પોતાના અભિનયની શરૂઆત 1985ની ફિલ્મ સાહેબ દ્વારા કરી હતી. ત્યારબાદ તેણે 2000માં સુકન્યા સાથે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને સંજીવની અને ભાભીમાં પણ જોવા મળી. પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા તેને ફેમસ કોમેડી શો સારાભાઈ વર્સેજ સારાભાઈ દ્વારા મળી. ત્યારબાદ તેણે એકતા કપૂરની ચર્ચિત ટીવી સીરિયલ કહાની ઘર ઘર કીમાં પણ જોવામાં આવી.  આ બધા ઉપરાંત રૂપાલી બિગ બોસ સીજન 1 અને ફિયર ફેક્ટર, ખતરો કે ખેલાડી 2 માં પણ ભાગ લઈ ચુકી છે. અનુપમાએ તેને વધુ ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ કરી છે.