ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (11:34 IST)

Dilip Joshi Birthday : એક સમયે 50 રૂપિયા કમાનારા જેઠાલાલ આજે કરોડોના છે માલિક, એક એપિસોડની ફી છે લાખો રૂપિયા

jethalal
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' એક એવો શો છે જે અનેક વર્ષોથી દર્શ કોનુ દિલ જીતી રહ્યો છે. આ શોમાં જેઠાલાલનો રોલ ભજવી રહેલા દિલીપ જોશીને  ઓળખાણ ની જરૂર નથી. તેમણે પોતાના અભિનયના જોરે દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધુ છે.   દિલીપે 12 વર્ષની ઉંમરથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ આ શોથી તેમનું નસીબ ચમક્યું. આ શોએ તેમને જમીન પરથી આસમાનમાં બેસાડી દીધા.  દિલીપ જોશી આજે તેમનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર અમે તેમની કમાણી અને લાઈફસ્ટાઈલ વિશે જણાવીશુ 
એક દિવસની આટલી લે છે ફી 
દિલીપ જોશીએ બેકસ્ટેજ કલાકાર તરીકે 50 રૂપિયાની કમાણી સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ સમયે, હવે તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. રિપોર્ટ અનુસાર, તે એક એપિસોડ માટે લગભગ 1.5 લાખથી બે લાખ રૂપિયા ચાર્જ કરે છે અને મહિનામાં 25 દિવસ કામ કરે છે.
 
લકઝરી કારોનો શોખ 
પોરબંદર ગુજરાતમાં જન્મેલા દિલીપ જોશી એક લક્ઝુરિયસ લાઈફ જીવે છે. તેમના પરિવારમાં પત્ની જયમાલા જોશી, પુત્ર રિત્વિક અને પુત્રી  નિયતિ છે. મુંબઈમાં પોતાનુ આલીશાન ઘર છે. બીજી બાજુ કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે ઑડી  Q7 અને ઈનોવા છે. 
jethalal
વર્ષ દરમિયાન કરે છે કરોડોની કમાણી 
ટીવી સિરિયલો ઉપરાંત, દિલીપ જોશી જાહેરાત, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા પણ સારી કમાણી કરે છે. તે જાહેરાતો અને શોમાંથી એક વર્ષમાં લગભગ ચારથી પાંચ કરોડની કમાણી કરે છે. તે જ સમયે, તેમની કુલ સંપત્તિ લગભગ 45 કરોડ છે.