1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified મંગળવાર, 24 મે 2022 (11:15 IST)

Munmun Dutta Quits TMKOC: તારક મેહતા પછી બબીતા જી એટલે કે મુનમુન દત્તા પણ છોડી રહી છે જેઠાલાલનો સાથ, જાણો શુ છે કારણ ?

munmun dutta
સબ ટીવી પર આવનારો પોપ્યુલર શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ને થોડા દિવસ પહેલા તારકનુ પાત્ર ભજવનારા શૈલેષ લોઢા (Sailesh Lodha) એ અલવિદા કહ્યુ હતુ. આ સમાચારથી દરેક કોઈને દુખ પહોચ્યુ હતુ કારણ કે શો જ્યારથી શરૂ થયો એટલે કે 2008થી તેઓ આનો ભાગ હતા. તેઓ સમગ્ર શો ના સૂત્રધાર હતા. તેમના જેવો ફરીથી મળી શકવો એ મેકર્સ માટે મુશ્કેલ રહેશે. હવે જાણવા મળ્યુ છે કે બબીતા જી  (Babita Ji TMKOC) ના રોલમાં લોકોનુ મનોરંજન કરી રહેલ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) પણ જેઠાલાલ (Jethalal) ને વચ્ચે જ છોડીને જઈ શકે છે. અને આવુ કરવા પાછળ ઘણા કારણો સામે આવ્યા છે. 
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સોશિયલ મીદિયા પર આ વાત આગની જેમ ફેલાય ચુકી છે કે મુનમુન દત્તાને બિગ  બોસ ઓટીટી માટે અપ્રોચ કરવામાં આવી રહી છે. આ કારણે તેઓ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને છોડવાનો પ્લાન કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પાક્કા સમાચાર નથી.  કારણ કે ન તો ચેનલ તરફથી આ વાતની ચોખવટ કરવામાં આવી છે કે ન તો અભિનેત્રીએ મૌન તોડ્યુ છે. બસ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તે બિગ બોસ OTTનો ભાગ બનવા માટે તૈયારથાય છે, તો તે શોને અલવિદા કહી શકે છે. ઉલ્લેખનીય છે કે  મુનમુન દત્તા બિગ બોસ 15માં ચેલેન્જર તરીકે આવી હતી. લગભગ એકાદ બે દિવસ રહી પણ હતી.. તેમને સુરભી ચંદના, વિશાલ સિંહ અને આકાંક્ષા પુરીએ કંપની આપી હતી.
 
પહેલા પણ મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર આવ્યા હતા 
આમ તો ગયા વર્ષે પણ મુનમુન દત્તાના TMKOC છોડવાની વાત સામે આવી હતી. તે સમયે મુનમુન દત્તા શોમાં દેખાતી ન હતી. લોકો કહેવા લાગ્યા કે મુનમુને શો છોડી દીધો છે. પરંતુ બાદમાં મુનમુને તેને અફવા ગણાવી હતી. તેણે કહ્યું, 'લોકો કહી રહ્યા છે કે હું શોના સેટ પર દેખાતી નથી તો જણાવી દઉ કે આ એકદમ અફવા છે.   હકીકત એ હતી કે શોના વર્તમાન ટ્રેકમાં મારી જરૂર નહોતી. એટલા માટે મને શૂટ માટે બોલાવવામાં આવી નહોતી.  પ્રોડક્શન પોતે સીન અને આગળનો ટ્રેક નક્કી કરે છે. હું ડિસાઈડ નથી કરતી.  હું માત્ર એક વ્યક્તિ છું જે કામ પર જાય છે, પોતાનુ કામ કરે છે અને પરત આવે છે. તેથી જો સીન્સમાં મારી જરૂર ન હોય તો દેખીતુ છે કે હુ શૂટિંગ માટે જઉ નહી.