ઈસુના ચમત્કારો

રોટલીનો ચમત્કાર

W.D

ઈસુ પોતાના શિષ્યોની સાથે એક નાવ પર સવાર થઈને બેથસાઈદા નગર તરફ એક નિર્જન જગ્યાએ ચાલી નીકળ્યાં. પરંતુ જ્યારે લોકોએ તેમને જતાં જોયા તો તેઓ સમજી ન શક્યાં કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે. તે નગરમાંથી નીકળીને ચાલતાં જ તેમના પહેલાં ત્યાં પહોચી ગયાં. ઈસુએ નાવમાંથી ઉતરીને એક વિશાળ જનસમુહને જોયો. તેમને તે લોકો પર દયા આવી કેમકે તેઓ ભરવાડ વિનાના ઘેટા જેવા હતાં અને તેમને ઘણી બધી વાતોની શિક્ષા આપવાની હતી.

જ્યારે દિવસ ઢળવા લાગ્યો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું આ સ્થળ નિર્જન છે અને દિવસ પણ ઢળી ગયો છે. લોકોને વિદાય આપો જેથી કરીને તે આજુબાજુના ગામ અને બસ્તીઓમાં જઈને ખાવા માટે કંઈક ખરીદી લે. ઈસુએ કહ્યું કે તમે લોકો જ એમને જમવાનુ આપી દો. શિષ્યોએ કહ્યું કે શું અમે જઈને બસો દિનારની રોટલીઓ ખરીદીને તેમને આપી દઈએ? ઈસુએ કહ્યું કે તમારી પાસે કેટલી રોટલીઓ છે? જઈને જુઓ. તેમણે તપાસ કરીને કહ્યું કે પાંચસો રોટલી અને બે માછલી હતી. ઈસુએ બધાને આદેશ આપ્યો કે અલગ અલગ ટોળકીમાં લીલા ઘાસ પર બેસી જાઓ. લોકો સો-સો અને પચાસ પચાસના ટોળામાં બેસી ગયાં.

વેબ દુનિયા|
ઈસુઓ પાંચસો રોટલીઓ અને બે માછલીઓને લીધી અને તરફ જોઈને આશીષ માટે પ્રાર્થના કરી. તેઓ રોટલીઓ તોડી-તોડીને તેમના શિષ્યોને આપતાં ગયાં જેથી કરીને તેઓ લોકોને પીરસતાં જાય. તેમણે તે બે માછલીઓને પણ બધામાં વેચી દિધી. બધા જ લોકોએ ખાધુ અને ખાઈને તૃપ્ત થઈ ગયાં. તે છતાં પણ બચેલી રોટલી અને માછલીઓના ટુકડાથી 12 ટોકરા ભરાઈ ગયાં. રોટલી ખાનારાઓની સંખ્યા પાંચ હજાર હતી.


આ પણ વાંચો :