કૃપા

W.D

અમારા ભગવાન ઈસુ ખ્રીસ્તની કૃપા હંમેશા તમારી સાથે રહે.

કૃપા આત્માનું એક નવું જીવન છે. ઈશ્વરના જીવનમાં સહભાગિતાનું જીવન છે. ઈશ્વરે તમને એટલા માટે બનાવ્યાં છે કે તમે દુનિયાની અંદર તેને ઓળખો, તેને પ્રેમ કરો અને તેની સેવા કરો જેથી કરીને સ્વર્ગમાં તેના અનંત સુખના સહભાગી બની શકો.

આના સિવાય તમે કોઈ અન્ય માટે નથી બનાવવામાં આવ્યાં. તમે ભલે અમીરીમાં કે ગરીબીમાં, ગુમનામીમાં કે પ્રસિદ્ધિમાં કરો પરંતુ જો તમે સ્વર્ગ રાજ્ય પ્રાપ્ત નથી કરતાં તો તમે પૂર્ણરૂપે અસફળ છો.

છતાં પણા આ પૃથ્વી ઉપર થોડાક કાંઈક વધારેની જરૂરિયાત છે. જો તમે આ દુનિયાની અંદર માત્ર સાધારણ માણસ બનીને રહ્યાં તો તમે સ્વર્ગની અંદર ઈશ્વરની સાથે તેની ખુશીમાં ભાગીદાર નહી થઈ શકો. ઈશ્વરના ઈશ્વરના સુખના ભાગીદાર બનવા માટે તમારે ઈશ્વરના જ જીવનના સહભાગી બનવાનું છે જેવી રીતે તેમનું જીવન છે તેવી જ રીતે તમારૂ જીવન પણ થવાનું છે.

સૌથી નીચા સ્તરનું પ્રાકૃતિક જીવન : વનસ્પતિ જીવન છે જેવી રીતે- એક ઝાડ વધે છે અને ઉત્પાદ વધે છે બસ તે જ. બીજા પ્રકારનું જીવન પ્રાણી જગત છે એક જાનવર ખાઈ શકે છે, સુંઘી શકે છે, અહીંયા અને ત્યાં જઈ શકે છે, અનુભવી શકે છે અને ફરીથી ઉત્પાદ પણ કરી શકે છે.

વેબ દુનિયા|
જાનવરની અપેક્ષાએ એક માનવપ્રાણીનું જીવન ઉચ્ચ સ્તરનું છે- જાનવરની જેમ તે જોઈ, સુંઘી, સાંભળી અને અનુભવી શકવાના યોગ્ય છે પરંતુ આધ્યાત્મિક આત્માથી પરિપૂર્ણિત હોવાને લીધે તે વસ્તુઓના વિશે વિચારી શકે છે અને અન્ય કોઈ કાર્ય કરવું કે નહિ તેના વિશે પણ પસંદગી કરી શકે છે. તે સારા અને ખોટાની પસંદગી કરી શકે છે. એક જાનવર કરતાં તેનું જીવન ખુબ જ ઉચ્ચ સ્તરનું છે.


આ પણ વાંચો :