પરમેશ્વરની મા 'મારિયમ'

W.DW.D
ગલીલિયા (ઇસરાયીલ) પ્રદેશમાં નાથરેજ નામનું એક શહેર હતું. ત્યાં એક યુવતી રહેતી હતી જેનું નામ મારિયા હતું. જેના લગ્ન યોસેફ નામના સુથાર જોડે નક્કી થયા.

એક દિવસ ઇશ્વરે દેવદૂત ગાબીએલને મારિયા પાસે મોકલ્યો. દેવદૂતે મારિયા પાસે જઈને કહ્યું કે "તમને પ્રણામ! ભગવાન તમારી પાસે છે.' જ્યારે મારિયાએ દેવદૂતને જોયો તો તે ડરી ગઈ અને વિચારવા લાગી. ત્યારે દેવદૂતે કહ્યું કે મારિયા ડરીશ નહી તમને ઇશ્વરની મહેરબાની મળેલ છે. જુઓ તમે ગર્ભવતી થશો અને તમે એક પુત્રને જન્મ આપશો. તમે એનું નામ ઇસુ રાખજો. તેઓ મહાન હશે અને સર્વોચ્ચ ઇશ્ચરનાં પુત્ર તરીકે ઓળખાશે. તેઓ રાજા થશે અને તેઓના રાજ્યનો કદાપી અંત નહી આવે.

ત્યારે મારિયાએ દેવદૂતને પુછ્યુ કે આ કેવી રીતે થશે હુ તો પુરૂષને ઓળખતી નથી? ત્યારે દેવદૂતે જવાબ આપ્યો કે પવિત્રાત્મા તમારા પર ઉતરશે અને સર્વોચ્ચ સામર્થ્યની છાયા તમારા પર પડશે આ કારણે જે પવિત્રાત્માનો જન્મ થશે તેઓ ઇશ્વરના પુત્ર તરીકે ઓળખાશે.

ત્યારે દેવદૂતે તેને તેમની કુટુંબીની એલીઝાબેથન વિશે પણ જણાવ્યું કે જેને ઇશ્વર ઘડપણમાં પુત્ર આપી રહ્યા હતાં કેમકે ઇશ્વર માટે કઈ પણ અસંભવ નથી.

ત્યારે મારિયાને વિશ્વાસ થયો કે ઇશ્વર તેને અસાધારણ પુત્ર આપશે તેથી તેને કહ્યું જુઓ હુ તો પ્રભુની દાસી છુ તમારુ વચન મારામાં પુર્ણ થાય. ત્યાર બાદ દેવદૂત તેમનાથી વિદાય થઈ ગયો.

આ ઘટનાના થોડાક જ દિવસો બાદ મારિયા પોતાની કુંટુંબીની એલીઝાબેથનને મળવા નીકળી પડી કેમકે તે આ શુભ સંદેશમાં તેને પણ ભાગીદાર બનાવવા માંગતી હતી. તે ઇશ્વર પ્રત્યે એટલી ખુશ અને કૃતજ્ઞ હતી કે ઇસુ મુક્તિદાતાની મા બનશે.

તેને ઇશ્વરના વખાણ કરતાં તેમના માટે એક ગીત ગાયું-

મારી આત્મા પ્રભુનું ગુણગાન કરે છે, મારુ મન મારા મુક્તિદાતા ઇશ્વરમાં ઉલ્લાસીત રહે છે કેમકે તેને પોતાની દાસી પર કૃપાદ્રષ્ટી કરી છે. જુઓ હવે પછી બધી જ પેઢીઓ મને ધન્ય કહેશે કેમકે જે શક્તિશાળી છે તેને મારા માટે મહાન કાર્ય કર્યા છે અને પવિત્ર છે તેનું નામ. પેઢી દર પેઢી તેના શ્રધ્ધાળું ભક્તો પર તેની દયા બનેલી રહે છે. તેને પોતાનું બાહુબળ દેખાડ્યું છે.

અહંકારીઓને તેને તેના મનના અહંકાર દ્વારા છિન્ન-ભિન્ન કરી દીધા છે. તેને શક્તિશાળીઓને સિંહાસન પરથી ઉતાર્યા છે અને ગરીબોને મહાન બનાવ્યા છે. તેને દરીદ્રોને સંપન્ન કર્યાં છે અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલી દીધા છે. તેને પોતાની દયાનું સ્મરણ કરીને પોતાના સેવક ઇસરાઇલને સંભાળ્યાં છે જેવી રીતે તેને યુગ-યુગમાં ઇબ્રાહીમ તથા તેમના સંતાનોએ અમારા પૂર્વજોથી પ્રતિજ્ઞા કરી હતી.


મારિયા લગભગ ત્રણ મહીના સુધી એલીઝાબેથના ત્યાં રહીને પાછી પોતાના ઘરે આવી ગઈ હતી.

વેબ દુનિયા|


આ પણ વાંચો :