બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

અપધર્મ ખાસ કરીને આધુનિકતાવાદ

W.D
અપધર્મ તે ઈશ્વર પ્રકાશિત સત્યની સ્વીકૃતિ છે જે એક સ્નાન સંસ્કાર પ્રાપ્ત રોમન કેથલિક કલીસિયાનો સભ્ય હતો.

કલિસિયાના આખા ઈતિહાસ દરમિયાન કોઈને કોઈ પ્રકારનો અપધર્મ હતો. લગભગ 20મી સદીની શરૂઆતમાં 'આધુનિકતાવાદ' કલીસિયામાં દેખાઈ દેવા લાગ્યો. તેણે કેથેલિક કલીસિયાના સિદ્ધાંતો પર પ્રકૃતિવાદી વિકાસામત્મક દર્શન અને નિરંકુશ ઐતિહાસિક આલોચનાઓના પ્રયોગ દ્વારા અમુલ પરિવર્તનનું બીજ રોપ્યું.

સંત પિતા પીયુષ દસમાએ આધુનિકતાવાદને બધા જ અપધર્મનું 'સંશ્લેષણ'ની જેમ વર્ણન કર્યું. આની થોડીક ત્રુટિઓમાં અહીંયા છે.

* વ્યક્તિગત ઈશ્વરના અસ્તિત્વને પ્રમાણિત ન કરી શકાય.
* બાઈબલ ઈશ્વર પ્રેરિત નથી.
* ખ્રીસ્ત દૈવિક નથી.
* ખ્રિસ્તે કલીસિયાની સ્થાપના નથી કરી.
* ખ્રીસ્તે સંસ્કારોની સ્થાપના નથી કરી.

આપણા આધુનિકતાયુગમાં આ અપધર્મ ખુબ જ વ્યાપક રૂપે ફેલાઈ ગયો છે. તેનો ઉદ્દેશ્ય છે બધા જ ધર્મોનો જડમુડથી નાશ કરવો. અને સંત પિતા પીયુષે દસમાએ ઉપરોક્ત ભ્રાંતિઓ અને લગભગ 58 બીજી ભ્રાંતિઓને દોષી ઠેરવી છે.

ઓન એલ.સ્ટોડાર્ડે પોતાના પુસ્તક રીવિલ્ડિંગ એ લોસ્ટ ફેથમાં આ વાત લખી છે- જ્યારે હું કલીસિયાની લાંબી, અખંડ નિરંતરતા પર પ્રેરિતોના દિવસોથી વિચાર કરૂ છું, જ્યારે હું તેની મહાન, ઈશ્વર પ્રેરિત પરંપરાઓને, તેના પવિત્ર સંસ્કારોને, તેની ખુબ જ પ્રાચીન ભાષા, અપરિવર્તન ધર્મસાર, તેની પ્રભાવશાળી ધર્મવિધિ, તેના ભવ્ય સમારોહો, તેના અમુલ્ય કળાના કાર્યો, તેના સિદ્ધાંતોની આશ્ચર્યમય એકતા, તેના પ્રેરિતિક અધિકારો, તેના સંતો અને શહીદોની દિવ્ય ભુમિકા, અમારા પ્રભુની માતા મારિયાનું સ્મરણ કરૂ છું ત્યારે મને પ્રતિત થાય છે કે આ એક પવિત્ર, કેથલિક તેમજ પ્રેરિતિક કલીસિયાએ મને મુશ્કેલી માટે નિશ્ચય, મુંઝવણ માટે નિયમો, અંધકાર માટે પ્રકાશ અને ધુમિલતા માટે વાસ્તવિકતા આપી છે.

આ અસંતોષજનક ઘાસ નથી, જીવનનો ખોરાક અને આત્માની મદિરા છે. પિતા ઈશ્વર આપણને મુંઝવણોના તોફાનમાં નથી છોડી દેતાં પરંતુ મુલ્યવાન વસ્તુઓ વડે આપણું સ્વાગત કરે છે.