શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઇસુની જય

.
NDN.D

પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઇસુ માટે ઘણા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંનો એક છે શાંતિનો રાજકુમાર.

ઇસુના જન્મના લગભગ એક વર્ષ પહેલા યશ્ચ્યાહ ભવિષ્ય વક્તાએ જણાવ્યું હતું કે આપણા માટે એક બાળક પેદા થશે, આપણને એક પુત્ર મળશે પ્રભુતા તેના ખભા પર હશે. અને તેનુ નામ અદભુત યુક્તિ કરનાર પરાક્રમી પરમેશ્ચર અને શાંતિનો રાજકુમાર રાખવામાં આવશે.

ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ લગભગ 2000 વર્ષ પહેલા ઇસુ દ્વારા કરવામાં આવી હતી. ઇસુએ 12 શિષ્યો માટે એક નાના ગ્રુપની શરૂઆત કરી હતી કે જેઓ અલગ અલગ જન્મભૂમિના હતાં. આ લોકો જ ખ્રીસ્તીના નામે ઓળખાયા કે જે તેઓના વંશજ પણ હતાં. ઇસુ શાંતિ, પ્રેમ, બલિદાન તેમજ નિઃસ્વાર્થ સેવાવાળા પરમેશ્વરના રાજ્યને સ્થાપિત કરવા આવ્યાં હતાં.

ઇસુના ઉપદેશનો સારાંશ પહાડી ઉપદેશમાં પણ મળી આવેલ છે, જે મત્તીએ રચેલા સુ-સમાચારના પાંચમા, છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં લખવામાં આવ્યો છે. આ સિવાય તેઓ પણ ધન્ય છે જે નમ્ર છે, કેમકે તેઓ પૃથ્વીના અધિકારી હશે. ધન્ય છે તેઓ કે જે ધર્મના ભુખ્યા અને તરસ્યા છે કેમકે તેઓને તૃપ્ત કરી શકાશે.

ધન્ય છે તે જે દયાવાન છે, કેમકે તેઓ પર દયા કરવામાં આવશે. ધન્ય છે તેઓ જેઓના મન શુધ્ધ છે કેમકે તેઓ પરમેશ્વરને જોઇ શકશે તેમજ ધન્ય છે તેઓ કે જેઓ પરમેશ્વર સાથે મેળ કરાવવાના છે જેઓ પરમેશ્વરના પુત્ર કહેવાશે.(મતી અધ્યાય 5)

ઇશ્વર પ્રેમ છે. ઇશ્વરના મહાન પ્રેમ જગતને દર્શાવવા માટે જ ઇસુ મનુષ્યના રૂપે પૃથ્વી પર આવ્યા. યૂહન્ના લખે છે કે- પરમેશ્વરે જગતને એવો પ્રેમ કર્યો છે જાણે કે તેને પોતાનો એકનો એક પુત્ર આપણને આપી દીધો, જેથી કરીને જે કોઇ તેના પર વિશ્વાસ કરે તેનો વિશ્વાસ ભંગ ન થાય.(યૂહન્ના 3:16)

નિઃસ્વાર્થ પ્રેમ જ ઇસુ ધર્મનો મુખ્ય સિધ્ધાંત છે. વ્યક્તિઓ, પરિવારો, રાષ્ટ્રોને એક જ સૂત્રમાં બાંધવાની કડી જ પ્રેમ છે. ઇસુના એક શિષ્યે લખ્યુ છે કે તમે એક-બીજા સાથે પ્રેમ રાખો. ઇસુએ પોતાના પ્રાણનો ત્યાગ આપણા માટે આપ્યો હતો. એટલા માટે આપણે પણ આપણા ભાઈઓ માટે પ્રાણ આપવા જોઇએ. (યૂહન્નાનો પહેલો પત્ર 3:11-16)

ઇસુના પ્રેમથી પ્રેરાઇને સંત પૌલૂસે લખ્યું છે કે પ્રેમ ધીરજવંત છે અને કૃપાળુ છે. પ્રેમ ક્યારેય પણ પોતાની મોટાઇ નથી બતાવતો, તે ક્યારેય પણ પોતાનું ભલુ નથી ઇચ્છતો કે ન તો કોઇ પણ વ્યક્તિની ક્યારેય નિંદા કરે છે. તે હંમેશા બધી જ વાતોને સહન કરે છે. પ્રેમ ક્યારેય પણ ઓછો નથી થતો. વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણેય વસ્તુઓ સ્થાયી છે પરંતુ આ બધામાં સૌથી વધુ મહાન પ્રેમ છે.(પહેલો કુરિન્થિનો 13)

ક્રોસ એ તો કષ્ટ અને કુર્બાનીનું પ્રતિક છે. ઇસુને ક્રોસ પર ચડાવીને મારી નાંખવામાં આવ્યાં હતાં. ક્રોસ પર ચડાવીને મારવા એટલે તે સમયે રોમન સામ્રાજ્યમાં મૃત્યુંદડ આપવાની સૌથી ખરાબ રીત માનવામાં આવતી હતી. એટલા માટે તો ઇસુના દુશ્મનોએ તેઓને ક્રોસ પર ચડાવીને મારવાની માંગ કરી હતી.

ઇસુએ કહ્યું હતું કે જો કોઇ તેમની પાછળ ચાલવા માંગે કે પછી તેમનો શિષ્ય બનવા માંગે તો તે પોતાના પ્રાણનો ત્યાગી કરીને તેમની પાછળ ચાલે. જ્યારે ઇસુને ક્રોસ પર ચડાવીને મારવામાં આવી રહ્યાં હતાં ત્યારે પણ તેઓએ પોતાના દુશ્મનોને શ્રાપ નહોતો આપ્યો. ક્રોસની કષ્ટ અને વેદનાઓને પણ તેઓએ ધીરજથી સહન કરી હતી.

તેઓએ તેમના પિતા પરમેશ્વરને પ્રાર્થના કરી હતી કે હે પિતા તેઓને ક્ષમા કરો કેમકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યાં છે. ઇસુની આ પ્રાર્થના પર તેમના દુશ્મનોએ ખુબ જ આશ્ચર્ય પ્રગટ કર્યું હતું. ભગવાન ખ્રિસ્તી ધર્મની આત્મા પ્રેમ, કુર્બાની અને સેવા જ છે. આપણે ક્રિસમસની ઉજવણી કરતાં આ જ વાતને યાદ રાખવાની છે.